ચૂંટણી વર્ષમાં સરકારે બજેટમાં ભેંટ સોગાદોનો વરસાદ કરી દીધો છે. આ બજેટમાં ભેંટ આપવામાં કોઇ કરકસર કરવામા આવી નથી. મોદી સરકારે તમામ માટે કોઇને કોઇ જાહેરાત કરી છે. આના કારણે રાજકોષીય ખાદ્યને ઘટાડી દેવા માટે વધારે સાર્થક પગલા લેવાની જરૂર પડશે. વધારે નાણાંકીય શિસ્ત જાળવી રાખીને ઘોષણાઓને અમલી કરી શકાશે અને લોકોને તમામ યોજનાના લાભ આપી શકાશે. જા કે ખુબ શિસ્ત આના માટે જરૂરી રહેશે., સરકારના એમટીએફપી દસ્તાવેજમાં આપવામા આવેલી માહિતી મુજબ તેનુ એક કારણ જીએસટી છે. જીએસટીના કારણે એકબાજુ ઉભા થયેલા નકારાત્મક માહોલને પણ ધ્યાનમાં લઇને કેટલીક પહેલ કરવામાં આવી છે. આના કારણે પરોક્ષ કરવેરા સંગ્રહ અને કૃષિ ક્ષેત્ર પર માઠી અસર થઇ છે.
જેના કારણે કૃષિમાં આવક સહાય યોજના લાવવાની ફરજ પડી છે. એક ચોંકાવનાર તથ્ય એ છે કે લોક લોન અને જીડીપી રેશિયો ૪૯.૯ ટકાથી ઘટીને ૪૭. ૩ ટકા થઇ ગયો છે. વર્ષ ૨૦૧૯-૨૦ માટે રાજકોષીય ખાદ્યને ઘટાડીને ૩.૪ ટકા કરી દેવાની વાત કરવામા આવી છે. આ અનેક ઘટક પર આધારિત છે. જેમ કે ૯૦૦૦૦ ખરીદ રૂપિયાના રોકાણ પણ છે. આશરે ૨૦૦૦૦ કરોડ રૂપિયાની કમીના કરાણે આ લક્ષ્ય હાંસલ કરવાની બાબત મુશ્કેલરૂપ હોઇ શકે છે. એક અંદાજ એ પણ છે કે ચાલુ નાણાંકીય વર્ષમાં ૫.૦૪ કરડ રૂપિયાના સીડીએસટીની સામે ૬.૧ લાખ કરોડ રૂપિયાના સીજીએસટી રકમ અમલી કરી શકાય છે.
વર્ષ ૨૦૧૮-૧૯તી વર્ષ ૨૦૧૯-૨૦ વચ્ચે જીડીપમાં નજીવો ઘટાડો એટલે કે તે ૧૨.૩ ટકાથી ઘટીને ૧૧.૫ ટકા થવાની આશંકા રહેલી છે. જીએસટીના દરોમાં ફેરફારના કારણે આ અંદાજ મુકવામાં આવ્યો છે. બજેટની બે મોટી જાહેરાત છે. જેમાં ખેડુતોની આવકને વધારી દેવા માટે સહકાર અને આવકવેરા સ્લેબમાં વધારો મુખ્ય જાહેરાત છે. આવક સહાયતાનો બોજ ચોક્કસપણે અસર કરી શકે છે. પરંતુ આવકવેરા સ્લેબના પ્રસ્તાવથી કોઇ અસર થાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. ખેડુતોની આવક સંબંધી જાહેરાતોના અમલીકરણને લઇને અસર થઇ શકે છે. કારણ કે કેટલાક રાજ્યોમાં જ્યાં જમીનના રેકોર્ડ હજુ સુધી વ્યવÂસ્થત કરવામાં આવ્યા નથી ત્યાં તેના અમલીકરણ પર અસર થઇ શકે છે. કારણ કે તેને નવી સરકારની જવાબદારી પર છોડી દેવામાં આવ્યા છે. બજેટમાં આધારભુત માળખામાં વધારો ખુબ ઓછો રાખવામાં આવ્યો છે. આના માટે નાગરિક ઉડ્ડયન, બંદર જેવા ક્ષેત્રમાં ફાળવણી ઘટાડી દેવામાં આવી છે. આ બજેટમાં રાજકૌષીય ચિત્રને વધારે મજબુત કરવા માટે સતત પગલા લેવાની જરૂર પડશે. બીજી બાજુ બજેટમાં જાણકાર લોકોના કહેવા મુજબ લોકપ્રિયતા અને વ્યવહારિતામાં તાલમેળ બેસાડી દેવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. બજેટમાં સૌથી મોટી બાબત અને પડકાર લોકપ્રિયતા અને વ્યવહારિતા વચ્ચે તાલમેળને લઇને હોય છે.
જો કે આ વખતે આ બાબતનુ ધ્યાન રાખવામાં આવ્યુ છે. એટલે કે લાંબા ગાળા બાદ પ્રથમ વખત બજેટમાં જાહેર કરવામાં આવેલી યોજનાને અમલી કરવાને લઇને પણ સ્પષ્ટ યોજના રાખવામાં આવી છે. ગ્રામીણ વિસ્તાર પર બજેટમાં ધ્યાન કેન્દ્રિત કરીને યુનિવર્સલ બેઝિક ઇનકમની જેમ ૭૫ હજાર કરોડની યોજના જાહેર કરી છે. આ યોજનાથી ૧૨ કરોડ ખેડુત પરિવારને સીધો ફાયદો થનાર છે. અસંગઠિત ક્ષેત્રના કામગારો માટે પેન્શન યોજના જાહેર કરવામાં આવી છે. જેના કારણે સામાજિક સુરક્ષા ઉભી થશે. આવકવેરા મુક્તિ મર્યાદા ૨.૫ લાખથી વધારીને પાંચ લાખ કરવામાં આવી છે. આના કારણે આશરે ત્રણ કરોડ કરદાતાઓના ૧૮૫૦૦ કરોડની બચત થશે. સ્ટાન્ડર્ડ ડિડેક્શન ની મર્યાદા વધારી દેવામાં આવ્યા બાદ નોકરિયાત વર્ગની આવકમાં વધારો થશે. બજેટમાં અન્ય એક મોટી જાહેરાત મંદીમાં રહેલા રિયલ એસ્ટેટ સેક્ટરને લઇને કરવામાં આવી છે. ડિસઇન્વેસ્ટમેન્ટ મારફતે ૯૦ હજાર કરોડ રૂપિયા લક્ષ્ય છે. જે હાંસલ નહીં થવાની સ્થિતીમાં અન્ય ક્ષેત્રોમાં તેની અસર દેખાશે. બજેટમાં પગારદારથી લઇને મધ્યમ વર્ગને પ્રભાવિત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. પગારદાર વર્ગ માટે ગ્રેજ્યુએટી પેમેન્ટ પર મોટા લાભની જાહેરાત કરવામાં આવી છે. સાથે સાથે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની આર્થિક સુરક્ષા માટે ખાસ જાહેરાતો કરવામાં આવી છે. વચગાળાના નાણામંત્રી પીયુષ ગોયલે બજેટ રજૂ કરતા શ્રેણીબદ્ધ જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, કર્મચારીના નેશનલ પેન્શન સિસ્ટમ અથવા એનપીએસના સરકાર તરફથી ૧૪ ટકાનું યોગદાન આપવામાં આવશે.