અમદાવાદ : ગુજરાત સહિત દેશભરમાં હાલ ફેઇસ, ફિંગર, પામ અને વેઇન સહિતના આઇડેન્ટીફિકેશનના આધારે બાયોમેટ્રિક અને સીકયોરીટી સીસ્ટમ પ્રચલિત બની છે પરંતુ આવનારા દિવસોમાં હવે ફિઝિકલ અને બીહેવિરીયલ બાયોમેટ્રિક્સની એડવાન્સ્ડ સીસ્ટમ અમલી બનશે. ખાસ કરીને ફોર વ્હીલર કાર સહિતના વિવિધ ઉપકરણો અને સ્થાનો પર ફિઝિકલ અને બીહેવિરીયલ બાયોમેટ્રિક્સ એડવાન્સ્ડ સીસ્ટમ અમલી બનશે. ભારત સરકારની આયુષ્માન, ઇન્ડિયન પોસ્ટ બેંક સહિતની ૬૦ થી વધુ યોજનાઓ અને નેટવર્કમાં બહુ નોંધનીય અને અસરકારક કામગીરી કરનાર મંત્રા સોફ્ટેક કંપની દ્વારા હવે આર્મી અને ડિફેન્સમાં પણ આવનારા દિવસોમાં ફિઝિકલ અને આરએફઆઇડી હાઇસીકયોરીટી એડવાન્સ્ડ્ સીસ્ટમની ફુલપ્રુફ સુવિધા ઉપલબ્ધ બનાવશે એમ મંત્રા સોફ્ટેક(ઇન્ડિયા)પ્રા.લિ.ના ડાયરેકટર(ટેકનીકલ) હિરેન ભંડારી અને ડાયરેકટર(પ્રોજેકટ) ભવ્યેન ભંડારીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મંત્રા એ સમગ્ર દેશની સૌથી વિશાળ અને એક માત્ર બાયોમેટ્રિક મેન્યુફેકચરર કંપની છે અને તે સાચા અર્થમાં મેક ઇન ઇન્ડિયાનો અભિગમ સાચા અર્થમાં સાર્થક કરી રહી છે.
ભારતમાંથી રોહિંગ્યા સમુદાયના લોકોના આઇડેન્ટિફિકેશન અને સર્ટિફિકેશનની બહુ મહત્વની કામગીરી પણ મંત્રા દ્વારા જ હાથ ધરાઇ રહી છે. તેના આધારે જ માઇગ્રન્ટ્સના સર્વે અને ડેટાબેઝ તૈયાર થઇ રહ્યા છે. ભારત સરકારની આયુષ્યમાન ભારત યોજના, મનરેગા, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, પ્રધાનમંત્રી જીવનજયોતિ બીમા યોજના સહિતની અનેકવિધ ૬૦ ટકાથી વધુ યોજનાઓમાં મંત્રાની બાયોમેટ્રિક પ્રોડકટ્સનો ઉપયોગ થાય છે. આ સિવાય ફિંગરપ્રિન્ટ સેન્સર્સ અને આઇઆરએસઆઇએસ સેન્સર્સના ઉપયોગ થકી સરકારના અન્ય ફલેગશીપ કાર્યક્રમો જેવા કે આધાર સક્ષમ બાયોમેટ્રિક એટેન્ડન્સ સીસ્ટમ(એઇબીએએસ), જીવન પ્રમાણ, આધાર બેઝ ડિજિટલ સિગ્નેચર, એણએસએસડીએ પ્રોગ્રામ, સીએસએસડીએ, પીએમકેવીવાય, માનસ, વીટીપી પ્રોગ્રામ અને આજીવિકા પ્રોગ્રામ સહિતના કાર્યક્રમોમાં પણ મંત્રાનો સિંહફાળો રહ્યો છે. મંત્રા સોફ્ટેક(ઇન્ડિયા)પ્રા.લિ.ના ડાયરેકટર(ટેકનીકલ) હિરેન ભંડારી અને ડાયરેકટર(પ્રોજેકટ) ભવ્યેન ભંડારીએ વધુમાં ઉમેર્યું કે, મંત્રા હવે ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક પ્રોડકટ મેન્યુફેકચરર્સમાંથી હવે બાયોમેટ્રિક બેઝ સિકયોરિટી સોલ્યુશન્સ પ્રોવાઇડર તરીકે નવી પહેલ કરવા જઇ રહ્યું છે.
ખાસ કરીને નજીકના ભવિષ્યમાં મંત્રા દ્વારા દેશના આર્મી અને ડિફેન્સમાં તેની એડવાન્સ્ડ ફિઝિકલ અને આરએફઆઇડી હાઇસીકયોરીટી સીસ્ટમની ફુલપ્રુફ સુવિધા બનાવવા જઇ રહી છે, જે આર્મી અને ડિફેન્સની સલામતી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. ઉલ્લેખનીય છે કે, મંત્રા સોફ્ટેક(ઇન્ડિયા)પ્રા.લિ દેશની એક માત્ર એવી કંપની છે કે જે બાયોમેટ્રિકસ સીસ્ટમનું મેન્યુફેકચરીંગ અહીં જ કરે છે, ગોતા ખાતે તેનો મેન્યુફેકચરીંગ પ્લાન્ટ છે. એટલું જ નહી, અમેરિકાની પ્રતિષ્ઠિત એફબીઆઇનું સર્ટિફિકેશન ધરાવતી તે દેશની એકમાત્ર કંપની છે. તાજેતરમાં જ તા.૨૩થી ૨૫ જાન્યુઆરી,૨૦૧૯ દરમ્યાન મંત્રાએ મુંબઇમાં બેન્કીંગ સર્વિસીઝ અને ટેકનોલોજી અંગેના ટ્રેડ ફેર આઇબેક્સ ઇન્ડિયાની સાતમી આવૃતિમાં વિવિધ સીકયોરીટી પ્રોડકટ્સ રજૂ કરી હતી. આ જ પ્રકારે તા.૨૦થી ૨૨ જાન્યુઆરી,૨૦૧૯ દરમ્યાન દુબઇ, યુએઇમાં આયોજિત ઇન્ટરનેશનલ ફેર ટ્રેડ ઇન્ટરસેક ૨૦૧૯ કોન્ફરન્સમાં સફળતાપૂર્વક ઉપસ્થિતિ નોંધાવી હતી. ખુદ લોકસભા સેક્રેટરી તરફથી મંત્રાને તેને એપ્રિશિએશન લેટર-૨૦૧૯ એનાયત કરવામાં આવ્યો છે