આજે બુધવારે 2018નું પહેલું ચંદ્રગ્રહણ આકાર લેવાનું છે. આ પુર્ણ ચંદ્રગ્રહણ હશે અને આખા ભારતમાં જોવા મળશે. આ પહેલાં 3 ડિસેમ્બર, 2017 અને 1 જાન્યુઆરી, 2018 વખતે બંનેને એકબીજાની નજીક જોવામાં આવ્યા હતા. ચંદ્રગ્રહણ દરમિયાન સૂર્ય અને ચંદ્રમા વચ્ચે પૃથ્વી આવી જાય છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે.
આ જીવનમાં એક જ વખત જોઈ શકાતી ઘટના ખગોળપ્રેમીઓ માટે ટ્રાયોઇવેન્ટ છે. કારણ કે સુપરમુન, બ્લુમુન અને ચંદ્રગ્રહણ એકસાથે જોવા મળશે. આ ગ્રહણને સુપર બ્લુ બ્લડ મુન પણ કહી શકાય કારણ કે ગ્રહણ સમયે ચંદ્ર સંપૂર્ણપણે લાલ રંગનો દેખાઇ છે. આ રીતની ઘટના આ પહેલા 31 મે, 1844માં થઇ હતી. આમ તો સુપરમુન અને ચંદ્રગ્રહણ ઘણીવખત સાથે જોવા મળે છે પરંતુ 174 બાદ આ ખાસ અવસર છે જ્યારે બ્લુમુન, સુપરમુન અને ચંદ્રગ્રહણનો ત્રિવેણી સંગમ થયો છે. આ ચંદ્રગ્રહણ 06:21 પર શરુ થઇ અને 07:37 પર પૂર્ણ થઇ જશે. પૂર્ણ ચંદ્રગ્રહણ 1 કલાક 16 મીનીટ અને 4 સેકન્ડ સુધી રહેશે.
આ ઘટના દુરથી જોવામાં જેટલી સુંદર હશે, તેના કરતા વધુ તેને ટેલીસ્કોપથી જોવામાં આનંદ આવશે. આ અદ્વિતીય ખગોળીય ઘટના નિહાળવાનો મોકો મળે તેવા હેતુથી દેશની વિવિધ નક્ષત્રશાળામાં ટેલિસ્કોપ મૂકવામાં આવ્યા છે.
આખા વર્ષ દરમિયાન ઘણી વખત ચંદ્રગ્રહણની ઘટનાઓ બનતી રહે છે પરંતુ આ ચંદ્રગ્રહણ એટલા માટે ખાસ છે કે તેનો સંયોગ સુપરમુન અને બ્લુમુન સાથે સાથે થઇ રહ્યો છે અને તે પણ વર્ષો બાદ. સુપરમુન ખરેખર પૂર્ણિમાનો એ ચંદ્રમા હોય છે, જેમાં ચંદ્ર અને પૃથ્વીની દૂરી સૌથી ઓછી થઇ જાય છે. પૃથ્વીની વર્તુળાકારમાં પરિભ્રમણ કરતો ચંદ્રમા ક્યારેક પૃથ્વીની સૌથી નજીક હોય તો ક્યારેક સૌથી વધુ દૂર હોય છે. સૌથી નજીકના ચંદ્રને ખગોળ શાસ્ત્રીઓ સુપરમુન કહે છે. અને ઠીક તેનાથી વિપરીત જ્યારે ચંદ્ર પૃથ્વીથી અધિકતમ દૂરી પર હોય છે ત્યારે તેને માઇક્રો મુન કહેવાય છે. અને એક જ મહીનામાં બે વખત પૂર્ણિમા આવે તો તેને બ્લુમુન કહે છે.
હકીકતમાં સુપરમુન એક આકાશીય ઘટના છે જેમાં ચંદ્ર પોતાની કક્ષામાં ધરતીની સૌથી નજીક હોય છે અને પુર્ણ ચંદ્ર સ્પષ્ટ રીતે નજરે ચડે છે. 31 જાન્યુઆરી઼એ આવી રહેલી પુર્ણિમાની ત્રણ ખાસિયતો છે. પહેલી ખાસિયત એ છે કે આ સુપરમુનની એક શ્રૃંખલામાં ત્રીજો અવસર છે. બીજી ખાસિય એ છે કે આ દિવસે ચંદ્ર સામાન્ય કરતા 14 ગણો વધારે ચમકદાર જોવા મળશે. ત્રીજી ખાસ વાત એ છે કે આ એક જ મહિનામાં બે પુર્ણિમા આવશે. સામાન્ય રીતે આવી ઘટના દર અઢી વર્ષે આકાર લેતી હોય છે. બીએમ બિરલા વિજ્ઞાન કેન્દ્રના ડિરેક્ટર બી.જી. સિદ્ધાર્થે કહ્યું છે કે બુધવારે આકાર લેનારું પુર્ણ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે જેમાં ચંદ્રમા લાલ ભુરા રંગનો થઈ જશે જેને ‘બ્લડ મુન’ પણ કહેવામાં આવે છે. કેન્દ્રની એક જાહેરાત પ્રમાણે આ ઘટનાને બ્લુ મુન અને સુપર મુનનું નામ પણ આપવામાં આવ્યું છે.
આપે ગીતોમાં અને વાર્તાઓમાં ચંદ્રની સુંદરતાના તથા તેજસ્વીતાના અનેક અનેરા વખાણ સાંભળ્યા હશે. આજે આપણા સૌના પ્યારા ચંદ્રની ચમક અને સુંદરતામાં વધારો જોવા મળશે. 31મી જાન્યુઆરીએ ચંદ્ર તેના સંપૂર્ણ રૂપરંગમાં જોવા મળશે. આપને એમ થશે કે હવે સુપરમુન કોઇ નવી વાત નથી. સુપરમુન વિશે તો આપે સાંભળ્યું હશે પરંતુ આ વખતની આ ખગોળીય ઘટના આપણા માટે આશ્ચર્યજનક અને અનોખી હશે. કારણ કે આ વખતનો સુપરમુન લગભગ 14 ટકા મોટો અને 30 ટકા વધુ તેજસ્વી તો હશે જ પણ સાથે જ ચંદ્રગ્રહણ પણ જોવા મળશે.
Guest Author:
એકતા દોશી, અમદાવાદ