વધતા જતા વજનને ઘટાડી દેવા માટે જુદા જુદા પ્રયોગ દુનિયામાં લોકો દ્વારા કરવામાં આવે છે. અનેક પ્રકારની દવા લેવામાં આવે છે. કેટલીક પ્રકારની કસરત પણ કરવામાં આવે છે. આ તમામ પ્રકારના પ્રયોગ છતાં કેટલાક લોકો તેમના વજનને ઉતારી શકતા નથી. આ પ્રકારની ફરિયાદો દરરોજ લોકો સામાન્ય રીતે કરતા રહે છે. જાણકાર લોકો, ડાયટને લઇને રહેલા નિષ્ણાંતો પણ તબીબો પણ એક બાબત તો સ્વીકારે છે કે વજન ઘટાડી દેવા માટે કાર્બોહાઇડ્રેટ અને પેટનુ પ્રમાણ ઓછુ રહે તે જરૂરી છે. નવા વર્ષની શરૂઆત થયાને આજે ૨૬ દિવસ થઇ ગયા છે. આવી સ્થિતીમાં વજન ઘટાડી દેવા માટે આ વર્ષમાં નક્કી કરી ચુકેલા લોકો કેટલાક પ્રયોગ પણ કરી રહ્યા છે. વજન ઘટાડી દેવા માટેના રિજોલુશનની સાથે લોકો ભલે ડાયટિંગ શરૂ કરી ચુક્યા છે પરંતુ ડાયટિંગમાં કાર્બોહાઇડ્રેટ અને ફેટને લઇને લોકોમાં ખુબ દુવિધા રહે છે. આને લઇને ગયા વર્ષે બે મહત્વપૂર્ણ અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જાણકાર લોકો કહે છે કે ડાયટિંગમાં કેટલા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને ફેટ લેવામાં આવે તે બાબત તમામ માટે જરૂરી છે. આ બાબતને લઇને કોઇ બે મત નથી કે જા તમે વજન ઘટાડી દેવા માંગો છો તો આપને ભોજનમાં કાર્બોહાઇડ્રેટનુ પ્રમાણ ઘટાડી દેવાની જરૂર પડશે. હાઇ કાર્બ ફુડ જેમ કે વાઇટ બ્રેડ, જેવી ચીજા વહેલી તકે શુગરમાં ફેરવાઇ જાય છે. આને કારણે આપને વહેલી તકે ભુખ લાગી જાય છે. આપના એનર્જી લેવલમાં સતત ફેરફાર થાય છે. ભોજનમાં લો કાર્બ રાખવાની સ્થિતીમાં શરીરમાં ફેટ જ એનર્જીમાં ફેરવાઇ જાય છે. આના કારણે આપને ભુખ મોડેથી લાગે છે. આના કારણે વજનને ઘટાડી દેવામાં મદદ મળે છે. પહેલા લોકો વિચારતા હતા કે વજન ઓછુ કરવા માટે સૌથી સરળ રસ્તો ફેડ ફુડ ખાવાનુ બંધ કરવાનો છે. આના કારણે બજારમાં ફેટ ફ્રી કે, કુકીજ, જેવી ચીજા આવવા લાગી ગઇ હતી. વજન ઘટાડી દેવા માટે આ ચીજા વધારે નુકસાનકારક હોય છે.
ન્યુટ્રીશન નિષ્ણાંતો કહે છે કે ફેટ ફ્રી ભોજન પણ નુકસાનકારક જ સાબિત થાય છે. કારણ કે શરીરમાં કેટલાક પ્રમાણમાં પ્રોટીન ઓબ્જર્વ કરવા માટે ફેટનુ પ્રમાણ પણ જરૂરી હોય છે. શોર્ટ ટર્મ માટે ડાયટમાં લો કાર્બ અને લો ફેટ ફુડનો ઉપયોગ કરી શકાય છે. શાકભાજી અને સલાડ જેવી ચીજા વધારે ઉપયોગમાં લેવામાં આવે તે જરૂરી છે. વેજિટિરિયન ચીજો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે જરૂરી છે. જા કે આ ડાયટ પ્લાન લાંબા સમય સુધી મદદગાર તરીકે રહી શકે તેમ નથી. સામાન્ય રીતો લોકો ડાયટિંગ પર ધ્યાન આપે છે છતાં વજન ઘટાડી દેવામાં સફળતા મેળવી શકતા નથી. નિષ્ણાંતો માને છે કે ડાયટિંગ નિયમિત ટાઇમ ટેબલ પર આધારિત રહે છે. તમે દિવસ દરમિયાન કેવા કામ કરો છે તે બાબત પર કાર્બ અને ફેટ આધારિત રહે છે. અલગ અલગ લોકો માટે અઅલગ અલગ પ્રકારના ડાયટ પ્લાન હોય છે. ડાયટિંગ માટે ડાયટિશિયનની મદદ લેવામાં આવે તે જરૂરી છે. તેમને પોતાના દરરોજના કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવે તે જરૂરી છે. ડાયટિશિયનના કહેવા મુજબ જ ડાયટ ચાર્ટ બનાવવામાં આવે તે જરૂરી છે. તાજેતરમાં જ કરવામાં આવેલા રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દૂધ વગર ચા પીવાથી વજનને ઘટાડવામાં મદદ મળે છે. વજન ઘટાડવામાં દૂધ વગરની ચા ખૂબ જ ઉપયોગી છે. વૈજ્ઞાનિકોએ વ્યાપક અભ્યાસ કર્યા બાદ કહ્યું છે કે ચાની અંદર ઉચ્ચસ્તરીય ઘટકો રહેલા છે. જે ફેટના પ્રમાણને ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબીત થાય છે. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, થીઆફ્લેવીન્સ અને થીઆરૂબીગીન નામે ઓળખાતા ઘટકો સ્થુળતાને ગટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબીત થાય છે. હાઇ ફેટ ડાઇટ ઉપર જ્યારે ઉંદરોમાં આ પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા ત્યારે તેનો ઘણો ફાયદો થયો હતો. અને આના પરિણામ પણ ઇચ્છીત રહ્યા હતા. સંશોધકો હવે માને છે કે આ નવા પરિણામથી ઘણી બાબતો જાણી શકાશે.
ચાની અસરકારક અસરમાંથી બ્રિટનના લોકો લાભ લઇ રહ્યા નથી. વિશ્વના દેશોમાં ચાનું ઉપયોગ કરનારાઓમાં બ્રિટનના લોકોની સંખ્યા ખુબ મોટી છે. આસામના જોરહાટ વિસ્તારમાં ટી રિસર્ચ એસોશીએશનના વૈજ્ઞાનિક દેવાજીત બોર્થકુરે કહ્યું છે કે જ્યારે ચામાં દૂધ નાંખીને પીવામાં આવે છે ત્યારે દૂધના પ્રોટીન સાથે તેમાં રહેલા ઘટકો ભળી જાય છે. તેમણે કહ્યું છે કે અમને દૂધ પ્રોટીનમાંથી અથવા તો આ ઘટકોમાંથી કોઇપણ આરોગ્યના લાભ મળી શકતા નથી. જેથી દૂધ વગર ચા પીવાની સલાહ વૈજ્ઞાનિકો આપે છે.
જાપાનમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ચામાંથી ઘટકોનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી પણ ફેટના પ્રમાણને ઘટાડી શકાય છે. જાપાનમાં કીરીન બેવેરેજ કંપની સાથે સંકાળાયેલા એક વૈજ્ઞાનિક હીરોકી યાજીમાએ કહ્યું છે કે, જાપાનમાં પણ વ્યાપક પ્રમાણમાં અભ્યાસની પ્રક્રિયા ચલાવવામાં આવી છે. બ્લેક ટી હંમેશા સ્થુળતાને ઘટાડવામાં ઉપયોગી બને છે.