અમદાવાદ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે કાંકરિયા કાર્નિવલની આવતીકાલથી અમદાવાદ શહેરના કાંકરિયા લેકફ્રન્ટમાં શરૂઆત થઇ રહી છે. રંગારંગ કાર્યક્રમ વચ્ચે આની શરૂઆત થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવશે. લોકોની સહાયતા માટે પોલીસ ડેસ્ક કોઇપણ ઇમરજન્સી માટે સ્થાપિત કરવામાં આવી ચુક્યા છે. કાંકરિયા કાર્નિવલની સાથે સાથે નીચે મુજબ છે.
- કાંકરિયા કાર્નિવલને લઇને તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરાઈ
- મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે સાંજે કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરાવશે
- કાંકરિયા લેકફ્રન્ટ ખાતે આવતીકાલે કાર્નિવલની શરૂઆત થયા બાદ સાત દિવસ ચાલશે
- આ વખતે શરાબ પીને આવનાર લોકો અને રોમિયો તત્વોને રોકવા માટે વિશેષ આયોજન કરાયું
- ૧૫થી વધુ એન્ટી રોમિયો ટીમ સિવિલ ડ્રેસમાં રહેશે
- તમાકુની ઝુંબેશના ભાગરુપે ખાસ મંચની વ્યવસ્થા ગોઠવવામાં આવી
- કોઇપણ ઇમરજન્સી માટે લોકોની સહાયતા માટે પોલીસ ડેસ્કની વ્યવસ્થા કરાઈ
- સુપરવિઝન માટે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ૨૮ વોચ ટાવર ગોઠવાયા છે
- વાહનોની ચોરીને રોકવા માટે સીસીટીવી કેમેરા સાથે ૧૧ પા‹કગ વિસ્તાર બનાવાયા છે
- ૧૯૦થી વધુ મહિલા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલોની ટીમ ગોઠવાઈ છે
- બાળકો સ્કેટીંગની મજા માણી શકશે
- જુદા-જુદા વિષયો પર પપેટ-શો રજુ કરાશે
- દરરોજ ભવ્યઆતશબાજી અને ઝાકમઝોળ રોશની કરાશે
- ચુસ્ત અને સઘન સુરક્ષા બંદોબસ્તનું આયોજન કરાયું
- દિવ્યાંગો-ડીફરન્ટલી એબલ્ડ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
- કાળા નાણા, સ્વચ્છતા અભિયાન, ડિજિટલ ઇÂન્ડયા, નશાબંધી, પ્રગતિશીલ ગુજરાત, ટ્રાફિક સમસ્યા, પાણી બચાવો, બેટી બચાવો જેવા કાર્યક્રમો યોજાશે
- ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ગુજરાતી રસધાર તથા ખડખડાટ કાર્યક્રમ રહેશે
- ૩૧મી ડિસેમ્બરના દિવસે નામાંકિત કલાકારો દ્વારા સેલિબ્રિટી લાઈવ કોન્સર્ટનું આયોજન કરાયું
- યોગા, એરોબિક્સ તથા ઝુંબાનું નિદર્શન કરાશે
- મ્યુનિસિપલ શાળા, ખાનગી શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે
- કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે
- આતશબાજીનો નજારો જાવા મળશે
- એલઈડી સ્ક્રીન દ્વારા કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે