અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા ભાગોમાં તાપમાનમાં ઉતાર ચઢાવનીસ્થિતિ જારી રહી છે છતાં તીવ્ર ઠંડીનું મોજુ અકબંધ રહ્યું છે. આજે પણ સવારથી જ ઠંડીનું મોજુ રહ્યું હતું. જાકે છેલ્લા બે દિવસની સરખામણીમાં આજે ઓછી ઠંડીનો અનુભવ થયો હતો. એકબાજુ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન શુક્રવારના દિવસે ૧૧.૨ ડિગ્રીની સરખામણીમાં આજે શનિવારે ઘટીને ૧૦.૩ ડિગ્રી રહ્યું હોવા છતાં ઠંડીનો અનુભવ ઓછો રહ્યો હતો. જાકે લોકો સાવચેતીના પગલારૂપે ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ તીવ્ર ઠંડીથી લોકોને રાહત મળી શકે છે. હવામાનના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસના ગાળા દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.
આજે કોઈપણ પ્રકારની કોલ્ડવેવની ચેતવણી પણ જારી કરાઈ ન હતી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવ રહેતા લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. રાજ્યમાં સૌથી વધારે ઠંડી આજે પણ નલિયામાં જ રહી હતી જ્યાં પારો શુક્રવારે ૫.૨ ડિગ્રીની સરખામણીમાં ૬.૬ ડિગ્રી રહ્યો હતો. રાજ્યના ઘણા ભાગોમાં આજે પારો ૧૦થી નીચે રહ્યો હતો. જેમાં ડીસામાં ૯.૨, ગાંધીનગરમાં ૮.૬ અને વડોદરામાં ૯.૮નો સમાવેશ થાય છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા વિસ્તારોમાં નિચલી સપાટી ઉપર ઉત્તરીય પૂર્વથી પૂર્વીય પવાનો ફુંકાવાથી તાપમાનમાં નજીવા ફેરફારની સ્થિતિ રહેશે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે.
હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં હજુ પણ બે ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. હવામાન વિભાગ તરફથી કોલ્ડવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જાવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વ†ોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો.
તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આંશિકરીતે વધ્યું હોવા છતાં દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રના બજારમાં જારદાર તેજી જામી છે. રિવરફ્રન્ટ ખાતે ગરમ વસ્ત્રબજારમાં આજે શનિવારના દિવસે ભારે ભીડ જાવા મળી હતી.