અમદાવાદ : ગુજરાત સહિત દેશભરમાં ભારે ખળભળાટ મચાવનારા ગુજરાતના લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં પોલીસે સુરેશ ડાહ્યાલાલ પંડયાની આજે ધરપકડ કરી હતી. આંતરરાજય ગેંગ સાથે પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલો આરોપી સુરેશ પંડયા મૂળ બાયડના ચોઇલા ગામનો વતની અને હાલ નરોડાનો રહેવાસી છે. અગાઉ પણ ગેરકાયદે નેશનલ સ્પોટ્ર્સનું સર્ટિફિકેટ બનાવવાના પ્રકરણમાં તેની સંડોવણી બહાર આવી ચૂકી છે.
દરમ્યાન ગાંધીનગર પોલીસની ટીમે આજે પેપર લીક કૌભાંડનું સમગ્ર ષડયંત્ર જયાં ઘડાયું તે અમદાવાદ શહેરના આશ્રમરોડ ખાતેની હોટલ વાઇસપ્રેસીડેન્ટની મુલાકાત લઇ ત્યાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસે આંતરરાજયગેંગના પકડાયેલા સભ્યો વિનીત માથુર,અશોકસાહુને લઇ આજે વાઇસ પ્રેસીડેન્ટ હોટલમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. હોટલનાસીસીટીવી ફુટેજ સહિતના પુરાવા એકત્ર કરી હોટલના સ્ટાફ કર્મચારીઓની પૂછપરછ કરી તેમના નિવેદન મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસે ક્રાઇમબ્રાંચ અનેએટીએસ સહિતની તપાસનીશ એજન્સીઓની મદદથી દિલ્હીની ગેંગના સભ્યો સાથેની આંતરરાજયગેંગની સંડોવણીનો એલઆરડી પેપર લીક કૌભાંડમાં પર્દાફાશ કર્યો હતો.
ગુજરાત પોલીસે આ સમગ્ર કૌભાંડમાં દિલ્હી ગેંગના મુખ્ય આરોપી વિનીત માથુર અને મધ્યપ્રદેશના રતલામના અશોક સાહુની ધરપકડ કરી તેઓના દસ દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. આ કૌભાંડમાં વિનીત માથુર અને અશોક સાહુ ઉપરાંત, હરિયાણાના જ્જરના મનીષસિંહ બળવંતસિહં શર્માનું પણ નામ ખૂલ્યું છે તેથી પોલીસ ગમે તે ઘડીયે તેની પણ ધરપકડ કરેતેવી શકયતા છે. આંતરરાજય ગેંગના સભ્યો ઉપરાંત આ કૌભાંડમાં ગુજરાતના નીલેશ નામનો જેમાસ્ટમાઇન્ડ હતો, તેનું આખુનામ નીલેશ દિલીપભાઇ ચૌહાણ છે અને તે વડોદરાનો વતની છે, તેની સાથે દસ્ક્રોઇના વતની અશ્વિનરૂચિકર પરમાર અને સુરેશ ડાહ્યાભાઇ પંડયાના નામનો પણ પર્દાફાશ થયો હતો. જેને પગલે પોલીસે નરોડામાંથી આજે સુરેશ પટેલની ધરપકડ કરી કેસની વધુ તપાસ હાથ ધરી છે.