અન્ય શાકભાજીની જેમ દૂધી પણ ગુણકારી છે. દૂધી અનેક રોગોમાં લાભકારક સાબિત થાય છે. દૂધીનો જ્યૂસ રોજ સવારે પીવાથી અનેક વિધ તકલીફોમાં રાહત મળી શકે છે અને શરીર સ્વસ્થ રહે છે. દૂધીનો જ્યૂસ આપ આ રીતે બનાવી શકો છો.
રીત- 250 ગ્રામ દૂધીને નાના ટૂકડાં કરી તેમાં 20-20 ગ્રામ ફુદિના અને તુલસીનાં પાન મિક્સ કરીને જ્યૂસ કાઢી લો . ત્યારબાદ તેને ગાળીને તેમાં મરીનો ભૂકો તથા ચપટી સંચળ નાંખો. તેને બરાબર હલાવી રોજ સવારે એક ગ્લાસ પી જવું. આપ ચાહો તો દિવસમાં બે વાર પણ પી શકો છો. તેને તાજો પીવાથી જ અસર થાય છે. ફ્રિજમાં રાખેલો જ્યૂસ પીવો નહીં.
આ પ્રયોગ કરવાથી બ્લડપ્રેશર, અસ્થમા, કબજીયાત, કોલેસ્ટ્રોલ, કફ, એસીડીટી તથા ડાયાબિટિસ જેવા રોગોને જળમૂળથી દૂર કરી શકાય છે.