અમદાવાદ : ગુજરાતમાં જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓ ૨૬મી ડિસેમ્બરના દિવસે હડતાલ પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. ત્રણજાહેર ક્ષેત્રની બેન્કો બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અનેવિજયા બેન્કના સૂચિત મર્જર સામેના વિરોધમાં બેન્ક કર્મચારીઓ હડતાલ પાડનાર છે. જેનાલીધે બેન્ક બંધ રહેશે. મહાગુજરાત બેન્ક એમ્પલોઈઝ એસોસિએશનના કહેવા મુજબ આશરે ૭૦,૦૦૦ બેન્ક કર્મચારીઓ આ હડતાલમાં ભાગ લેશે.
ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોઈઝ એસોસિએશનના નેતૃત્વમાં આ હડતાલ પાડવામાં આવીરહી છે. ગુજરાતમાં જાહેર ક્ષેત્રની તમામ બેન્કોના કર્મચારીઓ સૂચિત મર્જર સામેનાવિરોધમાં બેન્ક હડતાલ પાડશે. સૂચિત મર્જરના પરિણામ સ્વરૂપે રાજ્યમાં જાહેરક્ષેત્રોની બેન્કની સંખ્યામાં ઉલ્લેખનિય રીતે ઘટાડો થશે. કર્મચારીઓ દ્વારા આનેલઈને વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. સતત બે દિવસ બેન્ક બંધ રહેશે. ૨૫ અને ૨૬મીડિસેમ્બરના દિવસે બેન્ક બંધ રહેશે. આ ઉપરાંત ગુજરાતમાં જાહેર ક્ષેત્રની બેન્કનાકર્મચારીઓ આઠમી જાન્યુઆરી અને નવમી જાન્યુઆરીના દિવસે ઈન્ડસ્ટ્રીયલ ટ્રેડ યુનિયનદ્વારા પાડવામાં આવનાર રાષ્ટ્રીય વ્યાપી હડતાલમાં પણ સામેલ થશે. જેના પરિણામસ્વરૂપે આઠમી નવમી જાન્યુઆરીના દિવસે પણ બેન્કો બંધ રહેશે.
એસબીઆઈ તરફથી પણ પોતાનીપ્રતિક્રિયા આપવામાં આવી ચુકી છે. બેન્ક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેન્કના સૂચિત મર્જરને લઈને કર્મચારીઓ નાખુશદેખાઈ રહ્યા છે. મર્જર અને પ્રાપ્તીથી બેડલોનની વસુલાતને લઈને કોઈ રાહત મળશે નહીં.હકીકતમાં મર્જરના પરિણામ સ્વરૂપે રિકવરી મુશ્કેલ બની રહી છે. છેલ્લા ઘણા સમયથીમર્જર સામેનો વિરોધ થઈ રહ્યો છે. વિરોધ પ્રદર્શન વેળા બેન્ક કર્મચારીઓ દેખાવ કરશેઅને તેમની માંગણીઓને લઈ રજુઆત કરશે.