રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ૧૨૧મા જન્મજયંતિ વર્ષની ઉજવણી સાથે દેશના ૬૯મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અને ૧૯૮૮-૮૯માં અરૂણાચલથી – ઓખા સુધીની ૯૦૦૦ કિ.મી.ની યોજાયેલ ભારત જોડો સાયકલ યાત્રાની સ્મૃતિમાં આગામી તા. ૨૧મી જાન્યુઆરીએ ચોટીલા ખાતે ભારત- ગૌરવસાયકલ યાત્રાનું ઝવેરચંદ મેધાણી સ્મૃતિ સંસ્થાન, અમદાવાદ અને ચોટીલા એજયુકેશન અને ચેરીટી ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયેલ છે.
આ સાયકલ યાત્રા દેશપ્રેમ, એકતા અને અખંડતા, ભાઇચારો, સમાનતા, સ્વચ્છતા, વ્યસનમૂક્તિની પ્રેરણા માટે ઝવેરચંદ મેધાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્મસ્થળ સ્મારકથી સવારે ૯-૩૦ કલાકે પ્રસ્થાન કરી શ્રી એન.એન.શાહ હાઇસ્કુલ, મનહરપાર્કની આગળ ચોટીલા ખાતે પૂર્ણ થશે તેમ ઝવેરચંદ મેધાણી સ્મૃતિ સંસ્થાન, અમદાવાદના સ્થાપક ટ્રસ્ટી શ્રી પિનાકીનભાઇ મેઘાણીની યાદીમાં જણાવાયું છે.