અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રવિવાર ના દિવસે ઠંડીના પ્રમાણમાં એકાએક વધારો થયો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાન ગગડીને ૧૩.૮ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયું હતું જ્યારે પાટનગર ગાંધીનગરમાં પણ પારો ૧૪ સુધી પહોંચી ગયો હતો. એકાએક લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થવાની વાત કરવામાં આવી રહી છે પરંતુ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઇ રહ્યો છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૫.૮ ડિગ્રી રહ્યું હતું. સૌથી વધારે ઠંડીનો અનુભવ નલિયામાં થયો હતો. ઉત્તર-પૂર્વીય પવનો નીચલી સપાટી પર ફુકાઈ રહ્યા છે. ઠંડીના દિવસોમાં ફિટનેસ પ્રત્યે પણ લોકો વધારે જાગૃત બન્યા છે અને સવારમાં બાગ બગીચાઓમાં હાઉસફુલની સ્થિતિ જાવા મળી રહી છે. ગરમ વસ્ત્ર બજારમાં પણ તેજી આવી ગઈ છે.
સવારમાં સ્કુલે જતા નાના બાળકોને ગરમ વ†ોમાં સ્પષ્ટપણે જાઈ શકાય છે. વાલીઓ પણ વધારે કાળજી લેવા લાગી ગયા છે. બપોરમાં ગરમી અને મોડી રાત્રે ઠંડીના પરિણામ સ્વરૂપે વાયરલ ઈન્ફેકશનના રોગ પણ વધી ગયા છે. વહેલી સવારે કામ કરતા કર્મચારીઓને ગરમ વસ્ત્રમાં જાઈ શકાય છે. તાપમાનમાં હજુ વધુ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોમાં હિમ વર્ષા થઈ રહી છે. આ ઉપરાંત ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષાની અસર પણ જાવા મળી રહી છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ વચ્ચે આગામી દિવસોમાં બાળકો અને મોટી વયના લોકોને વધારે સાવચેત રહેવાની સલાહ પણ તબીબો આપી રહ્યા છે. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ઘણા પગલા લેવાઈ રહ્યા હોવા છતાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં વધારો થઈ રહ્યો છે. નવા નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. સમયસર લાઈફ સ્ટાઈલ કરી દેવા માટેની સલાહ તીબો દ્વારા અપાઈ રહી છે. ગરમ ચીજાનો ઉપયોગ કરવા અને બહારની ચીજા નહીં ખાવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. ફિટનેસ પ્રત્યે જાગૃત લોકો માટે આ ખૂબ આદર્શ સમય છે. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. પારો હજુ ગગડે તેવા સંકેત છે. ગુજરાતના પડોશી રાજ્યોમાં જારદાર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આવી સ્થિતિમાં હવે ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાન ઘટશે. રાજસ્થાનમાં રાત્રે નવ વાગ્યા બાદ લોકો ઘરની બહાર નિકળવાનું ટાળે છે.