મિત્રો,ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે જીવનમાં કોઈ વ્યક્તિ સાથ આપે એવું મળે ત્યારે જીવનનું દ્રશ્ય જ બદલાઈ જાય છે હવે જોઈએ આગળ….
એક સથવારો સગપણનો
મારગ મજીયારો બે જણનો
… એક સથવારો …
આંખલડીના દીવા રે દીવા અજવાળાં અજવાળાં
વાંસલડીના ટહુકા રે ટહુકા પરવાળાં પરવાળાં
એક અણસારો ઓળખનો
એક ઝમકારો એક ક્ષણનો
… એક સથવારો …
ખબર નથી પણ અમથું અમથું લાગે વ્હાલું વ્હાલું
મેઘ ધનુષ્યની જાદુઇ રંગત, શું ઝીલું શું ઝાલું
એક ધબકારો રુદિયાનો
એક પલકારો પાંપણનો
… એક સથવારો …
સપનાની સંગતથી કેવું આખું ગગન ગુલાબી
ગુલાલની ગલીઓમાં ચાલો શું જમણી શું ડાબી
એક ફણગો છે ફાગણનો
એક તણખો છે શ્રાવણનો
… એક સથવારો …
વેણીભાઈ પુરોહિત …
વેણીભાઈ પુરોહિત આ ગીતની શરૂઆતમાં જ કહી દે છે કે સથવારો કોણ આપી શકે !? તો કે જેની સાથે સગપણ છે એ સાથ આપી શકે..! ઘણીવાર લોહીનું સગપણ હોય તો પણ એક ડગ આપણી સાથે ચાલે નહીં.. અને ઘણીવાર માત્ર આંખની ઓળખાણ હોય તો પણ આપણા માટે જીવ આપી દે એવા વ્યક્તિઓ પણ આપણે જોયા છે ત્યારે એમ થાય કે ખરેખર સગપણ એટલે શુ…!? સગપણ પણ એટલે બે વ્યક્તિનું લાગણીઓના તાંતણે બંધાવુ..! . અને મારા શબ્દોમાં સગપણની વ્યાખ્યા કરું તો સગપણ એટલે જે સાથે હોય ત્યારે અહીં જ સ્વર્ગ પણ હોય એવું લાગે એનું નામ સગપણ. લોહીનું સગપણ હશે એ ક્યારેક કાચું પડશે, પણ લાગણીનું સગપણ ક્યારેય કાચું નહીં પડે.
કોઈપણ હાલતમાં તમને એકલા ના છોડે એ જ સાચું સગપણ. અને એટલે તો વેણીભાઈ પુરોહિતએ બહુ સરસ વાત કરી કે સગપનની શેરીમાં કેટલા જણ હોય તો કે માત્ર એક.ત્યાં બે જણ ના જઇ શકે.બે જણ એટલે જ્યાં ભેદબુદ્ધિ ના હોય.જ્યાં પોતીકાપણું હોય ત્યાં જ સગપણ હોય.ગીતના બીજા અંતરાના શરૂઆતના શબ્દો છે કે,
टूटी है कश्ती, तेज है धारा
કશ્તી એટલે કે હોડી છે પણ એ તુટેલી છે, માત્ર આટલું જ નહીં પણ સાથે ધારા,પાણીનો પ્રવાહ પણ તેજ છે, એનો અર્થ એમ થાય કે મુસીબત છે પણ એવી મુસીબત છે કે જેમાંથી ઉગરવું મુશ્કેલ છે.
જીવનમાં જ્યારે આવી મુસીબત આવે કે જેમાંથી ઉગરવું મુશ્કેલ બની જાય ત્યારે ખરેખર શું કરવું..!? એનો જવાબ ત્યાર પછીની લાઈનમાં કવિ આપે કે,
कभी ना कभी तो, मिलेगा किनारा
કે ક્યારેક ને ક્યારેક કિનારો તો મળશે જ.આ અભિગમ એટલે.આશાવાદનો અભિગમ. કે ગમે એવી મુશ્કેલીઓ આવે ત્યારે આશા ક્યારેય છોડવી નહીં.સમસ્યા છે તો એનું સમાધાન પણ હશે,મિત્રો યાદ રાખજો કે તાળું લાગેલું હોય એનો મતલબ હોય કે ક્યાંક ને ક્યાંક ચાવી તો હશે જ.આપણે બસ એ ચાવી શોધવાની છે.ઘરમાં પણ ક્યારેક અવળે હાથે મુકાઈ ગયેલી વસ્તુ આપણને જલ્દી મળતી નથી એમ ક્યારેક મુશ્કેલી પણ એવી મોટી હોય છે કે એનું સમાધાન મળવામાં થોડી વાર લાગે માટે આશા છોડ્યા વગર આપણે પ્રયત્નો કરતા રહેવા જોઈએ.
અને આ જે આપણા જીવનની હોડી તુટેલી છે એ ક્યાં છે..!? ક્યાં પ્રવાહમાં એ વહે છે..તો કે,
बही जा रही, ये समय की नदी है.
હા,સમયની નદીમાં આપણી સામે મુશ્કેલીઓ પણ આવે છે અને એને આપણે પાર કરવાની છે. પણ એ ક્યારે થઈ શકશે…!?
इसे पार करने की आशा जगी है !..
ક્યારે પાર થાય તો કે જ્યારે આપણી સાથે કોઈ એવું વ્યક્તિ આવી જાય કે જે આપણો હાથ પકડીને એવું કહે કે,
ચાલ મન જીતવા જઈએ… બધું થઈ જશે….
અને આવું વ્યક્તિ જ્યારે જીવનમાં આવેને ત્યારે એમ કહેવાનું મન થાય કે,
तेरा साथ है तो, मुजे क्या कमी है
अंधेरो से भी, मिल रही रोशनी है
વધુ આવતા શુક્રવારે….
કોલમિસ્ટ:- યુગ અગ્રાવત