અમદાવાદ: તારા ફાઉન્ડેશન એક રજિસ્ટર્ડ એનજીઓ છે જે ‘ડીફનેસ ફ્રી સોસાયટી’ના ઉમદા આશય અને અભિયાન પર કામ કરે છે. જેનો હેતુ સમાજમાંથી શ્રવણશકિતના અભાવને દૂર કરવાનો છે. વાસ્તવમાં શ્રવણશક્તિની ખામી એ ભારતમાં બીજી સૌથી સામાન્ય વિકલાંગતા છે અને સંભવિતપણે ભારતમાં દર વર્ષે ૨૦૦૦-૩૦૦૦નો ઉમેરો થાય છે. જેના સંદર્ભે આ વખતે તારા ફાઉન્ડેશને વી.એસ હોસ્પિટલમાં પ્રથમ ‘ન્યુ બોર્ન હિઅરીંગ સ્ક્રીનિંગ’સેન્ટરનું લોકાર્પણ કર્યું છે.
આ લોકાર્પણમાં અમદાવાદના મેયર બિજલબેન પટેલ, ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડૉ. કિરીટ સોલંકી (એમપી) અને રાકેશ શાહ (એમએલએ), મુખ્ય મહેમાન તરીકે સિલ્વા પટેલ (વી પોપ્યુલર હાઉસના ડિરેક્ટર), શિલ્પા ચોક્સી(હાઉસ ઓફ મેરિગોલ્ડ) અને આશા દેસાઇ (કોલ્ડવેલ બેન્કરના વાઇસ પ્રેસિડેન્ટ), વી.એસ હોસ્પિટલના બોર્ડ મેમ્બર બિપીન સિક્કા, પ્રદિપ દવે, ડો. વિષ્ણુ પટેલ, નિશા ઝા અને કાંતિ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. રત્નમણી ગ્રુપના ચેરમેન અને એમડી પ્રકાશ સંઘવી દ્વારા આ સેન્ટર ડોનેટ કરવામાં આવ્યું હતું.
કોચલર ઇમ્પ્લાન્ટ સર્જન, ઇએનટી યુનિટ ગાંધીનગર સિવિલના એસોસિએટ પ્રોફેસર અને હેડ ડૉ. નિરજ સુરીએ જણાવ્યું કે, “અમે વી.એસ હોસ્પિટલ સાથે મળીને ન્યુ બોર્ન હિઅરીંગ સ્ક્રીનિંગ સેન્ટર ખોલતાં ખૂબ જ ખુશી અનુભવી રહ્યાં છીએ. અમે અમદાવાદમાં અન્ય સેન્ટર પણ ખોલવાના છીએ અને અમે તેની પર કામ કરી રહ્યાં છીએ. અમે આઇસીયુ, ડિલીવરી અને પીડિયાટ્રિક ઓપીડીમાં જન્મેલા ન્યૂનત્તમ લોડના કારણે થાય છે. રસીકરણ માટે આવતા બાળકો પર પણ અમે કામ કરીએ છીએ. અમે જીસીએસ મેડિકલ હોસ્પિટલમાં અને મુખ્ય પીડિયાટ્રિક હોસ્પિટલમાં પહેલાંથી જ કામ કરીએ છીએ. આપણે બહેરાપણાંને બહેરા કાનમાં પરિવર્તીત થવા ન દેવું જોઇએ. ન્યુ બોર્નને હિઅરીંગ સ્ક્રીનિંગની આવશ્યકતા હોય છે.”
રત્નમણી ગ્રુપના ચેરમેન અને એમડી પ્રકાશ સંઘવી તારા ફાઉન્ડેશનને સમર્થન આપે છે અને કહે છે કે, “જ્યારે આપણે આ વિકલાંગતાથી છુટકારો મેળવવો હોય તો આપણે તે દિશામાં કામ કરવું જોઇએ. દરેક જિલ્લામાં અમારું ન્યુ બોર્ન હિઅરીંગ સેન્ટર અને તારા ફાઉન્ડેશનની સ્થાપના કરવી જોઇએ.”
તારા ફાઉન્ડેશનના ટ્રસ્ટી સન્ની જૈનએ જણાવ્યું કે, “તારા ફાઉન્ડેશન ગુજરાતમાં ન્યુ બોર્ન હિઅરીંગ સ્ક્રીનિંગ ને યુનિવર્સલ બનાવવા માટે કામ કરી રહી છે.”
તારા ફાઉન્ડેશન છેલ્લાં ૩ વર્ષથી ગુજરાતના ૯ જિલ્લામાં ચાઇલ્ડ ડેફનેસ પર કામ કરે છે. આ ફાઉન્ડેશને પ્રથમ સેન્ટર ૨૦૧૬માં ગુજરાતના ગોધરામાં ચાલુ કર્યું હતું.