અમદાવાદ: વિશ્વભરમાં ડાયાબિટીસથી પીડાતા લોકોની કુલ સંખ્યાનો મોટો હિસ્સો ભારતમાં છે અને વર્ષ ૨૦૧૭ના એક અંદાજ મૂજબ ભારતમાં આશરે ૭૩ મિલિયન લોકો ડાયાબિટીસથી પીડાય છે, જે સંખ્યા વર્ષ ૨૦૨૫ સુધીમાં બેગણી થઇને ૧૩૪ મિલિયન થવાની સંભાવના છે. ભારત સરકાર દેશની અડધી વસતીને વિનામૂલ્યે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રદાન કરવાના ગંભીર પ્રયાસો કરી રહી છે તેવા સંજાગોમાં ડાયાબિટીસની સતત વધતી સમસ્યા લોકોના આરોગ્ય સામેનો સૌથી મોટો પડકાર છે.
એક અંદાજ મૂજબ દેશમાં ડાયાબિટીસથી પીડાતા લોકોની કુલ સંખ્યામાંથી અડધાનું નિદાન જ નથી થતું તેવા સંજાગોમાં લોકો વચ્ચે ડાયાબિટીસ અંગે જાગૃતિ ફેલાવવી અને સ્ક્રીનીંગને પ્રોત્સાહન આપવું અત્યંત જરૂરી છે, જેથી વહેલા નિદાન દ્વારા લોકોના જીવન બચાવી શકાય અને તેમને સ્વસ્થ જીવન તરફ વાળી શકાય.
ડાયાબિટીસ ધરાવતા લોકોની જીવનશૈલીમાં પરિવર્તન લાવવાથી તેનું મેનેજમેન્ટ ચોક્કસપણે શક્ય બને છે. ડાયાબિટીસનું નિદાન થવાની સાથે સૌપ્રથમ ભોજનશૈલી અને શારીરિક કસરત બે મહત્વપૂર્ણ પરિબળોને ધ્યાનમાં રાખવા આવશ્યક બને છે. નિયમિત કસરત અને સંતુલિત આહાર ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવાની મુખ્ય ચાવી છે.
ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે સંતુલિત આહારની જરૂરિયાત ઉપર વિશેષ ભાર મૂકતાં ડાયાબિટોલોજીસ્ટ ડો. બંસી સાબુએ જણાવ્યું હતું કે, “ફુડ પેકેટ્સ ઉપર વેજ અને નોન-વેજ સિમ્બોલની સાથે-સાથે ડાયાબિટીસ ફ્રેન્ડલી ડિશ માટે બ્લુ ડોટ સિમ્બોલ મૂકવામાં આવે તો તેનાથી લાખો લોકોને લાભ મળી શકે છે. ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને દેશ સામે મોટો પડકાર પેદા થઇ રહ્યો છે ત્યારે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્ર્સ ઓથોરિટી ઓફ ઇ ન્ડયા (એફએસએસએઆઇ) તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આ દિશામાં સક્રિય પગલાં ભરીને ફુડ પેકેટ્સ ઉપર બ્લુ ડોટ ફરજીયાત બનાવે તે જરૂરી છે. નીતિમાં પરિવર્તન લાવવાથી દેશભરમાં એક સાથે ફુડ લેબલિંગમાં ઝડપથી ફેરફાર લાવીને મોટી સંખ્યામાં ડાયાબિટીસની સમસ્યાથી દૂર રાખવામાં મદદ મળી રહેશે.”
ઉલ્લેખનીય છે કે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે ચોક્કસ લક્ષ્યો નિર્ધારિત કરવા આવશ્યક છે. વ્યાપક પેથોસાઇકોલોજીક મીકેનિઝમ, મોનિટરિંગ ઇન્વે સ્ટગેશન, ફાર્માસ્યુટિકલ ટુલ્સ અને નોન-ફાર્માસ્યુટિકલ ઇન્ટરવેન્શન ડાયાબિટોલોજીસ્ટની સામે પડકાર પેદા કરે છે. આ બહુવિધ ક્લનિકલ પ્રક્રિયાઓની સામે બ્લુ ઇન્ડેક્સ એક મહત્વપૂર્ણ પરિબળ બની રહેશે.
ડો. સાબુએ ઉમેર્યું હતું કે, “ગુણવત્તાયુક્ત ડાયાબિટીસ કેરના સમયાંતરે મૂલ્યાંકન માટે કોમ્પ્રિહે ન્સવ ઇન્ડેક્સ અપનાવવી સલાહભર્યું છે. કોમ્પલિકેશન્સ સ્કોર (કે.એસ)ની સામે બ્લુ ઇન્ડેક્સ ડાયાબિટીસ હેલ્થ સ્કોર (ડી.એચ.એસ)ની સંયુક્ત રજૂઆત કરે છે. ડાયાબિટીસ હેલ્થ સ્કોરમાં ૧૦ મહત્વપૂર્ણ માપદંડોમાં ત્રણ ડોમેનમાં વહેંચાયેલા છે – મેટાબોલિક ગોલ (એચબીએ૧સી, બ્લડ પ્રેશર, લિપિડ), ત્રણ નોન-મેટાબોલિક હેલ્થ પેરામીટર્સ (સામાન્ય આરોગ્ય, ઇન્ફેક્શન, ડાયાબિટીસની સારવાર સાથે સંકળાયેલા જાખમો) અને ૪ સેલ્ફ-કેર પેરામીટર્સ (ડાયટ, કસરત, ફોલો-અપ, તમાકુ અથવા આલ્કોહોલ ઉપર નિર્ભરતા)નો સમાવેશ થાય છે. દરેક માપદંડોને પોઇન્ટ્સથી મૂલવવામાં આવે છે, એટલે કે સૌથી વધુ પોઇન્ટ્સનો મતલબ સારું પર્ફોર્મન્સ.”
ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લાવીને એક વ્યાપક કાર્યપદ્ધતિ અપનાવવામાં આવે તો તેનાથી દર્દી અને મેડિકલ પ્રોફેશ્નલ્સ બંન્નેને લાભ થશે અને દેશના નાગરિકોને ડાયાબિટીસના જાખમોથી દૂર રાખવામાં મદદ મળી રહેશે.