રાજકોટ જિલ્લમાં ઉપલેટાની પાસે આવેલા પ્રાંસલા ગામે ગત રાત્રે આગ લાગવાથી ત્રણ વિદ્યાર્થિનીઓના મૃત્યુ થયા છે અને ૧૫ ગંભીર રીતે ઘાયલ થયા છે. રાષ્ટ્ર કથા શિબિરના વાર્ષિક સમારંભ દરમિયાન ઘાયલ થયેલ વિદ્યાર્થીઓને ધોરજી, ઉપલેટા અને પોરબંદરની હોસ્પિટલોમાં તથા ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થિનીઓને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ આગ રાત્રે ૫૦ ટેટંમાં લાગી હતી જ્યાં વિદ્યાર્થીઓ ઉંઘી રહી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર રાત્રે ૧૧ કલાક બાદ શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. દેશભક્તિ વિશે પ્રશિક્ષણ આપવા સ્વામી ધર્મબંધુજીની આ શિબિરમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લઇ રહી હતી. અર્ધસૈનિક દળોના જવાનોએ આશરે બસો વિદ્યાર્થિનીઓને બહાર નિકાળી હતી. આ સમગ્ર ઘટનાની તપાસ માટે રાજકોટ કલેક્ટરશ્રીને આદેશો આપ્યા છે.
રાજ્ય સરકારે મૃત્યુ પામેલી વિદ્યાર્થિનીઓના પરિવારોને ચાર લાખ રૂપિયા અને તમામ ઘાયલોને મફત સારવાર આપવાની જાહેરાત કરી છે.