અમદાવાદ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભારે રંગારંગ કાર્યક્રમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ૩૧મી ઓક્ટોબરના દિવસે રાષ્ટ્રને અર્પણ કરશે. આ કાર્યક્રમને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટેની તમામ તૈયારી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી.મજબુત સંકલ્પ, ખાતમુર્હુત અને ત્યારબાદ નિર્માણની કામગીરી ચાલી હતી. મજબુત રાજકીય ઇચ્છાશક્તીના દર્શન આના નિર્માણમાં જાવા મળે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણનો ઘટનાક્રમ નીચે મુજબ છે.
- ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા તૈયાર કરવાનો સૌથી પહેલા સંકલ્પ કર્યો હતો એ વખતે કોઇને વિશ્વાસ ન હતો કે આટલી ઉંચી પ્રતિમા બની શકશે
- ત્યારબાદ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યુ હતુ
- પ્રતિમાના નિર્માણ સ્થળ તરીકે નર્મદાના સાનિધ્ય કરતા કોઇ સારી જગ્યાએ ન હોઇ શકે તે માટે આ સ્થળની ત્યારબાદ પસંદગી કરવામાં આવી હતી
- ૩૧મી ઓક્ટોબર ૨૦૧૩ના દિવસે સરદાર પટેલના જન્મદિવસના પ્રસંગે તત્કાલીન મુખ્યપ્રધાન મોદીએ સંકલ્પને સાકાર કરવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ ખાતમુહુર્ત કરવામા ંઆવ્યુ હતુ
- વર્ષ ૨૦૧૪-૧૫ ના ગુજરાતના બજેટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ૫૦૦ કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણી કરવામાં આવ હતી જેથી સપનુ પૂર્ણ થશે તે દિશામાં કામ આગળ વધ્યુ હતુ અને જાત જાતામાં નિર્માણ કામ શરૂ કરી દેવામાં આવ્યુ હતુ
- ૨૭મી ઓક્ટોબર ૨૦૧૪ના દિવસે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે નિર્માણ કાર્યનો આરંભ કરવાનો વર્ક ઓર્ડર એલએન્ડટી કંપનીને આપ્યો હતો અને નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી હતી
- ૧૫મી ડિસેમ્બર ૨૦૧૪ના દિવસે રાફ્ટ કોન્ક્રિટિંગ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
- સપ્ટેમ્બર ૨૦૧૭માં મુળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાયાનુ બાંધકામ શરૂ કરવામા ંઆવ્યુ હતુ
- પીઠિકા સાથે મુળ પાયાના બાંધકામનુ કામ જુન ૨૦૧૮માં પૂર્ણ કરી લેવામાં આવ્યુ હતુ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલની સીધી દેખરેખ હેઠળ કામગરી ઝડપથી આગળ વધતી રહી હતી
- ૧૮મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે કામગીરી લગભગ પૂર્ણ કરી લેવામાં આવી હતી. કામગીરી પૂર્ણ કરવામાં આવ્યા બાદ આખરી ઓપ આપવાની કામગીરી આગળ વધી હતી
- ૩૧મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રને સમર્પિત કરનાર છે.