શિયાળો આવતાની સાથે જ પહેલી કોઈ ચિંતા હોય તો તે છે સ્વાસ્થ્યને સાચવવાની. આપણી સંસ્કૃતિમાં શિયાળામાં વસાણા ખાવાનો રીવાજ છે. આ વસાણામાં એ તમામ પોષક તત્વો આવતાં જેનાથી તમારા શરીરનો ઈમ્યુનિટી પાવર વધે અને રોગોથી દૂર રહી શકો. મોટેભાગે તમામ વસાણામાં વપરાતી કોમન સામગ્રી હોય છે ઘી અને ગોળ. ઘણાં લોકોને પ્રશ્ન થતો હોય છે કે શિયાળામાં ગોળ શા માટે વધારે ખાવામાં આવે છે? તો અહીં તમને જાણવા મળશે ગોળ ખાવાનાં ફાયદા વિશે.
- ગોળમાં મેગ્નેશિયમ સારા પ્રમાણમાં હોય છે. આથી ગોળ ખાવાથી માંસપેશીઓ અને રક્તવાહિનીને મદદ મળે છે.
- ગોળમાં પોટેશિયમનું પ્રમાણ પણ વધારે હોવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.
- એનિમીયા પિડીત લોકો માટે પણ ગોળ ખાવો ફાયદાકારક છે.
- શિયાળામાં ગોળ ખાવાથી હિમોગ્લોબીન પણ વધે છે.
- ગોળમાં કેલ્શિયમ અને ફોસફરસનું પ્રમાણ પણ હોવાથી ઈમ્યુનિટી પાવર મળી રહે છે.