* સૂરપત્રી :રાગ માલગૂંજી *
મિત્રો, આ સપ્તાહનો રાગ છે, રાગ માલગૂંજી.
મિત્રો, આપણો દેશ સદૈવ ઉત્સવ પ્રિય દેશ રહ્યો છે. જેના કઇંક વ્યાજબી કારણ એ કહી શકાય કે અહીંની સંસ્કૃતિ, ઇતિહાસ, ધર્મ, જાતિ, લોકો, બધુજ ભિન્ન જોવા મળ્યુ છે. સાથે દરેક જ્ઞાતિ, ધર્મના પોતાના તહેવારો, રીત-રસમો, એની ઉજવણી અલગ-અલગ પદ્ધતિએ થતી રહે છે. આપણી અહીંની પ્રજાને જો ખરેખર પડકારવામાં આવે તો વસંતઉત્સવ મનાવવાની સાથે પાનખરના વૈભવને પણ ભવ્યાતિભવ્ય રીતે ઉજવે.
આવીજ કઇંક સંવેદનાઓ જ્યારે હું રાગ વિશેના આર્ટિકલ લખવા માટે કલમ ઉપાડું છું ત્યારે થાય છે. ભારતીય ક્લાસિકલ મ્યુઝીકમાં પણ વર્ષે એકવાર રાગોત્સવ નામનો એક તહેવાર હોવો જોઈએ. જેમાં આપણા દેશ મહાન સંગીતકાર, ગાયકો, અદ્ભૂત કૃતિઓ લખતા લેખકો જમાવડો થાય.
મિત્રો, હું જ્યારે કોઈ રાગ પસંદ કરવા બેશું ત્યારે મને ઘણીવાર મારી જાતને અવઢવ મુકેલી જોઉં છું. દરેક રાગ પોતાની આગવી શૈલી અને વિશિષ્ટતા/ઓળખ ધરાવે છે.
માલગૂંજી રાગ એ પણ પોતાની અલગ ઓળખજ ધરાવે છે.
આ રાગ અંતર્ગત રચાયેલી કૃતિઓમાં મને સૌ પ્રથમ ફિલ્મ સફર એ ગીત યાદ આવે છે. શબ્દો ઇન્દિવર છે. સંગીત કલ્યાણજી-આણંદજી ના છે. સાથે કિશોર કુમાર નો અદ્દભુત સ્વર છે. જીવન સે ભરી તેરી આંખે મજબુર કરે જી ને કે લિયે. તેમજ ફિલ્મ જનક જનક પાયલ બાજેનું ગીત નૈન સો નૈન નાહીં મિલાઓ જે હેમંત કુમાર અને લતાજી એ ગાયેલું છે. તદુપરાંત, ઉપરોક્ત રાગ ની મને અત્યંત ગમતી રચના જે, ફિલ્મ અદાલતમાં સામેલ છે. કલમ શ્રી રાજેન્દ્રકૃષ્ણ ની છે સ્વરબદ્ધ મદનમોહન જીએ કરેલું છે અને લતાજીના કંઠે ગવાયેલ ઉનકો એ શિકાયત હૈ કી હમ કુછ નહીં કહેતે પણ આ રાગ બેઇઝડ રચના છે.
ખમાજ થાટના અને રાત્રીના બીજા પ્રહરમાં ગવાતા આ રાગમાં બન્ને ગાંધાર અને નિશાદનો પ્રયોગ કરવામાં આવે છે. આ રાગ મોટાભાગે રાગ બાગેશ્રીની માફક ગાવામાં આવે છે કિન્તુ, આરોહમાં શુદ્ધ નિશાદ અને શુદ્ધ ગાંધાર લેવાથી માલગૂંજી એ બાગેશ્રીથી જુદો પડે છે. જો કે આ રાગમાં રાગેશ્રીની પણ થોડીક છાંટ આવતી હોવાથી મુલતઃ બાગેશ્રી અને રાગેશ્રીનું મિશ્રણ એટલે રાગ માલગૂંજી કહી શકાય.
આ રાગ બેઇઝડ અન્ય રચનાઓમાં, ફિલ્મ આનંદનું મસ્ત ગીત ના જિયા લાગે ના, તેરે બીના કહીં મેરા જે આપણા સૌના પ્રિય ગીતકાર એવા સંપૂરન સિંહ (ગુલઝાર) દ્વારા રચાયેલું છે. અન્ય એક ફિલ્મ છોટે નવાબનું એક ગીત ઘર આજા ઘીર આયે બદરા, સાંવરિયા પણ રાગ માલગૂંજી આધારિત છે.
ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે જેમનું નામ સદૈવ અવ્વલ છે એવા પુરુષોત્તમ ઉપાધ્યાયની સ્વરબદ્ધ કરેલી રચના જે લતાજીના કંઠે ગવાયેલી, હૈયા ને દરબાર તેમજ હરેશ બક્ષીની સ્વરબદ્ધ કરેલી રચના કોઈ મારે આંગણે પણ રાગ માલગૂંજીની રચના છે.
આરોહ: સા ગરે ગપ મધ નિસા
અવરોહ: સા નિ (કોમળ) ધ પ મગ મરેસા
વાદી: મ. સંવાદી: સા
જાતિ: સાડવ સંપૂર્ણ
થાટ: ખમાજ
સમય: રાત્રીનો બીજો પ્રહર.
તો ચાલો મિત્રો, રાગ માલગૂંજીની એક મસ્ત મજાની રચના માણીએ…
આર્ટિકલ: મૌલિક સી. જોશી.
Movie/Album: सफ़र (1970)
Music By: कल्याणजी-आनंदजी
Lyrics By: इन्दीवर
Performed By: किशोर कुमार
जीवन से भरी तेरी आँखें
मजबूर करें जीने के लिए
सागर भी तरसते रहते हैं
तेरे रूप का रस पीने के लिए
तस्वीर बनाये क्या कोई
क्या कोई लिखे तुझपे कविता
रंगों छंदों में समाएगी
किस तरह से इतनी सुंदरता
इक धड़कन है तू दिल के लिए
एक जान है तू जीने के लिए
जीवन से भरी…
मधुबन की सुगंध है साँसों में
बाहों में कमल की कोमलता
किरणों का तेज है चेहरे पे
हिरणों की है तुझमें चंचलता
आँचल का तेरे है तार बहुत
कोई चाक जिगर सीने के लिए
जीवन से भरी…