અમદાવાદ: ગુજરાત એસટીએ આધુનિક ટેકનોલોજીયુક્ત સુવિધાઓથી દેશની અગ્રણી સેવામાં સ્થાન મેળવવામાં સફળતા મેળવી છે. આના ભાગરુપે હવે ૫૦ વોલ્વો બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાહતદરે ફાળવવાની થતી એસટી બસ સેવાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, સરકાર ગુડ ગવર્નન્સની સુવિધા આપનાર જનહિતકારી સરકાર છે. સરકારના વાહન વ્યવહાર, આરોગ્ય, શિક્ષણ સહિતના જુદા જુદા ક્ષેત્રોમાં જરૂરિયાતવાળા લોકોને સુવિધા મળે તેવો હેતુ રહ્યો છે. યાત્રાધામો અને શહેરોને વોલ્વો સેવાથી જોડી દેવામાં આવશે. વિશિષ્ટ બસ સેવા પણ આ દિશામાં પગલા તરીકે છે. દેશમાં અગ્રણી પરિવહન સેવાની શરૂઆત થઇ છે.
સુરતમાં સામાન્ય બોલચાલીમાં મહિલાઓ પર હથિયારથી હુમલો કરનાર ૨ લોકોની ધરપકડ
સુરત : ગત રવિવારે સુરતના સરદાર માર્કેટમાં મારામારીની એક ઘટના બની હતી જેમાં બે શખ્સ દ્વારા 6 મહિલાઓને માર મારવામાં...
Read more