નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે પણ ભાવ વધારાનો દોર જારી રહ્યો હતો. કિંમતો નવી ઉંચી સપાટીએ પહોંચી હતી. મુંબઈમાં ચાર મહાનગરોમાં સૌથી વધુ ભાવ બોલાયા હતા. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં આજે રવિવારના દિવસે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા વધારો કરવામાં આવ્યો હતો. મુંબઈમાં પેટ્રોલની કિંમત વધીને ૮૯.૨૯ થઇ ગઇ છે જ્યારે દિલ્હીમાં ૮૧.૯૧, કોલકાતામાં ૮૩.૭૬, ચેન્નાઈમાં ૮૫.૧૫ થઇ છે. ઓએમસી દ્વારા જારી કરવામાં આવેલા ડેઇલી પ્રાઇઝ નોટિફિકેશન મુજબ આ મુજબના ભાવ રહ્યા છે. આજે ડીઝલની કિંમત મુંબઈમાં ૭૮.૨૬, દિલ્હીમાં ૭૩.૭૨, કોલકાતામાં ૭૫.૫૭ અને ચેન્નાઈમાં ૭૭.૯૪ રહી છે. પેટ્રોલની કિંમતો છેલ્લા એક મહિનાના ગાળામાં છ ટકાથી પણ વધુ વધી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ડિઝલની કિંમતમાં પણ આઠ ટકાનો વધારો થઇ ચુક્યો છે. તેલ કંપનીઓએ પાંચમી સપ્ટેમ્બરને બાદ કરતા ૨૬મી ઓગસ્ટથી ૧૬મી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો કર્યો છે.
ક્રૂડની કિંમત વધતા અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થતાં કંપનીઓ માટે ક્રૂડની આયાત મોંઘી થઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના કારણે તમામ રાજ્યો પર દબાણ આવી રહ્યુ છે. આ દબાણ વચ્ચે કેટલાક રાજ્યો વેટમાં ઘટાડો કરી ચુક્યા છે. જેમાં રાજસ્થાન અને આંધ્રપ્રદેશ બાદ હવે પશ્ચિમ બંગાળમાં વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી આ ત્રેણય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. ભાવ વધારાને લઇને સરકારની ચારેબાજુ વ્યાપક ટિકા હાલમાં થઇ રહી છે.
તેલની કિંમતમાં સતત વધારો થવા માટે તેલ કિંમતમાં સતત થઇ રહેલા વધારાને જવાબદાર ગણવામાં આવે છે. ડોલરની સામે રૂપિયામાં હાલમાં ઘટાડો થયો છે. કિંમતોમાં વધારાના કારણે સામાન્ય લોકો પરેશાન થયેલા છે. એમ માનવામાં આવે છે કે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં હજુ વધુ વધારો કરવામાં આવી શકે છે. જાકે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. જેથી એવી અટકળો ચાલી રહી છે કે ચાર રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન સરકાર તેલની કિંમતો ઉપર અંકુશ મુકી શકે છે. અલબત્ત ચાર રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળે પહેલાથી જ પેટ્રોલ-ડિઝલની કિંમત પર વેટમાં ઘટાડો કર્યો છે. પહેલી ઓગસ્ટ બાદથી પેટ્રોલની કિંમતમાં છ ટકાનો અને ડિઝલની કિંમતમાં આઠ ટકાનો વધારો કરવામાં આવી ચુક્યો છે.
દેશભરમાં પેટ્રોલિયમ પેદાશોમાં વધી રહેલી કિંમતોના કારણે સરકાર અને વિપક્ષ આમને સામને છે. વિરોધ પક્ષો દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં કાપની માંગ કરવામાં આવી રહી છે. સાથે સાથે આને જીએસટી હેઠળ લાવવાની પણ વાત થઇ રહી છે. ભાવ વધારા સામેના વિરોધમાં સોમવારે કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ભારત બંધની હાકલ કરી હતી. ડાબેરીઓ પણ બંધમાં જાડાયા હતા. કેટલાક રાજકીય પંડિતો માની રહ્યા છે કે આગામી મહિનાઓમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે જેથી પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારા પર બ્રેક મુકવામાં આવે તેવી શક્યતા છે. રાજસ્થાન અને આંધ્રપ્રદેશ સરકાર દ્વારા વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હાલમાં ભાવ વધારાને લઇને સામાન્ય લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.