પત્રકાર સંઘર્ષ સમિતિ દ્વારા વડોદરા ખાતે પત્રકાર જગતની વિશે માહિતી અને જાણકારી ઉપલબ્ધ કરાવતી પત્રકાર ડિરેક્ટરી-૨૦૧૮નું વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી ૭૦૦થી વધુ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ૧૦૮ શ્રી વ્રજરાજ કુમાર મહોદયશ્રી અને પરમ પૂજ્ય સુચેતન સ્વામી શ્રી હરીધામસોખડા યોગી ડિવાઇન સોસાયટીના તેમજ શાસ્ત્રી નયનભાઈ જોષી સહિતના પૂજય મહાનુભાવોના હસ્તે પત્રકાર ડિરેકટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પત્રકાર સંઘર્ષ સમિતિના પ્રમુખ અમિત પટેલ, સમિતિના અમદાવાદ જિલ્લાના કન્વીનર સંજીવભાઇ રાજપૂત, ટીવી-૯ના ઉર્વીશભાઈ સોની, બિઝન્યૂઝ ચેનલ હેડ હેમરાજસિંહ વાળા, ન્યૂઝ ઓનલાઈન ગ્રુપના હિરેનભાઈ વ્યાસ, મંતવ્ય ન્યૂઝના વાસીમભાઈ મલેક સહિત અનેક જાણીતા અને પીઢ પત્રકારો કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની વિગત પત્રકાર સંઘર્ષ સમિતિના પ્રમુખ અમિત પટેલ દ્વારા આપવામાં આવી હતી. ગુજરાતના અલગ-અલગ જિલ્લા દીઠ ૧૨૦૦ થી વધુ પત્રકારમિત્રોના નામ, જિલ્લો, મોબાઈલ નંબર અને જે તે ચેનલ પેપરમાં કામ કરતા હોય તેની સંપૂર્ણ વિગતવાળી પત્રકાર ડિરેક્ટરી બનાવવામાં આવી છે.
આ ડિરેક્ટરી બનાવવાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ગુજરાતના પત્રકારમિત્રો એકબીજાના સંપર્કમાં રહી શકે અને એકબીજાને મદદરૂપ થઈ શકે કચ્છ-કાઠિયાવાડના મિત્રોને વાપી વલસાડના મિત્રોનો સંપર્કમાં રહી શકે અને જે પત્રકારમિત્રોને અમુક મુશ્કેલી પડે છે તેવા સમયે મદદરૂપ થઈ શકે તેવા હેતુથી પત્રકાર ડિરેક્ટરી ૨૦૧૮નું સુંદર આયોજન પત્રકાર સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.
આ શુભ પ્રસંગે યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ૧૦૮ શ્રી વ્રજરાજ કુમાર અને પરમ પૂજ્ય સુચેતન સ્વામી શ્રી હરીધામસોખડા યોગી ડિવાઇન સોસાયટીના તેમજ શાસ્ત્રી નયનભાઈ જોષી દ્વારા પત્રકાર સંઘર્ષ સમિતિને આશીર્વાદ આપ્યા હતા.
સાથે સાથે સમિતિમાં જોડાયેલા પત્રકાર મિત્રોની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને પત્રકાર મિત્રોના હર હંમેશ મદદરૂપ થાય તેવા આશીર્વાદ-શુભેચ્છા પાઠવ્યા હતા. પત્રકારમિત્રોના આ રચનાત્મક કાર્યને બિરદાવવા માટે મુંબઈ ખાતેથી શિલ્યા મૂવીની ટીમ આવી હતી, જેના મુખ્ય કલાકાર રોહિત સાવંત, પ્રીતમ કાંગે અને દિગ્દર્શક સ્ક્રીપ્ટ રાઈટર નિતીન તેંડુલકર કે જે સચિન તેંડુલકરના ભાઈ છે તે તમામની હાજરી પણ નોંધનીય બની રહી હતી. સાર્ક ઇન્ટરનેશનલ હ્યુમનરઈટના મુકેશભાઈ ગુપ્તાએ પણ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી ૭૦૦ જેટલા પત્રકારમિત્રોએ ઉપસ્થિત રહીને પ્રસંગની શોભામાં અભિવૃધ્ધિ કરી હતી.