મિત્રો,
આ સપ્તાહનો રાગ છે…. રાગ દુર્ગા
નામ માત્રથી જ અનુભવાય કે આ રાગનું નામ દુર્ગા કેમ પડ્યુ હશે. થોડા ગંભીર અને કઇંક અંશે ગાવામાં થોડો સરળ આ રાગ બેઇઝડ ઘણી આધ્યાત્મિક કૃતિઓનું સર્જન થયું છે.
શાસ્ત્રીય સંગીતની દુનિયામાં બંદીશની વાત આવે ત્યારે દુર્ગા રાગ અગ્રેસર હોય છે.
ઉસ્તાદ બીસ્મિલ્લાખાન, હરિપ્રસાદ ચૌરસિયા, પંડિત સામ્તાપ્રસાદ, પંડિત શિવકુમાર શર્મા, જેવી વિભૂતિઓ એ ભારતના પૌરાણિક સંગીત વાદ્યોને સંગ રાખીને હિન્દી ચલચિત્ર જગતમાં ઘણી અવિસ્મરણીય રચનાઓ આપી છે.
૧૯૬૦માં રિલીઝ થયેલી ફિલ્મ બંજારન નું ગીત ચંદા રે મોરી પતિયા લેજા જેના મ્યુઝીક ડાયરેકટર પરદેશી હતા. તેમજ લતા અને મુકેશ ના કંઠે ગવાયેલુ આ ગીત રાગ દુર્ગા નીજ રચના છે. તદુપરાંત ૧૯૬૪ માં રિલીઝ થયેલી ફિલ્મ ગીત ગાયા પત્થરો નેનું ટાઇટલ ગીત પણ આજ રાગ બેઇઝડ છે.
મિત્રો, ગીત ગાયા પથ્થરોને સોંગ પાછળ પણ એક ઇતિહાસ છે. આ ગીત પ્રથમ કિશોરી આમોનકર અને અન્ય સાથીઓ દ્વારા પ્રથમ ગવાયેલુ. ત્યારબાદ આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂરના કંઠે પણ ફિલ્મમાં આવે છે.
પ્રસિદ્ધ ગાયિકા કિશોરી આમોનકરે અત્યાર સુધીમાં માત્ર ૨ જ ફિલ્મી ગીતો ગાયા છે. એક ઉપરોક્ત જણાવેલ ગીત ગીત ગાયા પથ્થરો ને જે દુર્ગા રાગ પર આધારિત છે. અને બીજું ગીત દ્રષ્ટિ ફિલ્મનું છે.
ઉપરોક્ત રાગ બેઇઝડ અન્ય ગીતો માં, ફિલ્મ આરાધનાનું ગીત કોરા કાગઝ થા યે મન મેરા તેમજ ફિલ્મ મિસ મેરીનું ગીત બ્રિનદાબન કા ક્રિષ્ન કન્હૈયા સબ કઈ આંખો કા તારા પણ આ રાગ બેઇઝડ છે. વિશિષ્ટતા એ છે કે જો સ્કેલ બદલીને આ બન્ને ગીતો ગાવામાં આવે તો એ પહાડી રાગના બની જાય એમ છે.
તો ચાલો મિત્રો, રાગ દુર્ગાની આ ટૂંકી માહિતી સાથે એક મસ્ત મજાનું ગીત સાંભળીએ.
આરોહ:- સા રે મ પ ધ સા
અવરોહ:- સા ધ પ મ રે સા
વાદી:- ધ સંવાદી:- રે
થાટ:- બિલાવલ
જાતિ:- ઓડવ
સમય:- રાત્રી નો બીજો પ્રહર…
- આર્ટિકલઃ- મૌલિક સી. જોશી.
જૂનાગઢ.
Movie:- Banjaarin
Singer:- Mukesh, Lata Mangeshkar
Lyricist:- Pt. Madhur
Composer:- Pardesi
Year:- 1960
ल: नैना तो दुखन लागे
चन्दा रे मोरी ( पतियां ले जा ) -2 साजन को पहुँचा दे रे
वो लिख सके जवाब उन्हें तू मेरा पता बता दे रे
चन्दा रे
मु: चन्दा रे मोरी ( पतिया ले जा ) -2 सजनी को पहुँचा दे रे
वो लिख सके जवाब …
ल: पलकों की है कलम बनाई काजल बह कर बनी सियाही
कैसे लिखूँ कहानी ग़म की तू ही मुझे बता दे रे
चन्दा रे …
मु: हम ख़ुश हैं ग़म दिया है तूने ये एहसान किया है तूने
जहाँ रहो ख़ुश रहो मेरी इस दुआ का असर दिखा दे रे
चन्दा रे …
दो: ओ आकाश के सुन्दर दर्पण तू ही सजनी तू ही साजन
बिछड़े दिलों को फिर से मिला दे रोता चमन हँसा दे रे
चन्दा रे …