હિન્દી મીડિયમ ફિલ્મમાં હવે સારા અલી ખાન દેખાશે નહીં

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ: હિન્દી મીડિયમ ફિલ્મની સિક્વલ ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. પહેલા એમ માનવામાં આવી રહ્યુ હતુ કે સેફ અલી ખાન અને તેમની પુત્રી સારા ફિલ્મમાં કામ કરનાર છે. જો કે હજુ સુધી આ અહેવાલને સમર્થન મળી રહ્યુ નથી. બંને સાથે વાતચીત કરવામાં આવી હતી. બંને દ્વારા મૌખિક રીતે ફિલ્મમાં કામ કરવા માટેની તૈયારી કરવામાં આવી હતી. જા કે લેખિતમાં મંજુરી આપી નથી જેથી સસ્પેન્સ હજુ સુધી અકબંધ છે. ફિલ્મના શુટિંગને માર્ચ ૨૦૧૯થી હાથ ધરવામાં આવનાર છે. ફિલ્મનુ શુટિંગ લંડન અને અન્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવનાર છે. ઓરિજનલ હિન્દી મીડિયમ ફિલ્મમાં ઇરફાન ખાન અને સબાએ યાદદાર ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.

તમામ લોકોને ફિલ્મ પસંદ પડી હતી. ફિલ્મનુ શુટિંગ લંડન અને મુંબઇમાં કરવામાં આવનાર છે. સેફ અને સારાએ કોઇ કોન્ટ્રાક્ટ પર હજુ સુધી હસ્તાક્ષર કર્યા નથી. સેફ ફિલ્મને માત્ર સારાના કારણે કરવા માટે તૈયાર થયો હતો. જેથી તે ફરી વિચારણા કરી શકે છે. ફિલ્મમાં રોલ કરવા માટે સારાએ થોડાક સમય પહેલા ઇન્કાર કરી દીધો છે જેથી સેફ પણ કામ નહીં કરે તેમ માનવામાં આવે છે. સારા માટે સેફ તૈયાર થયો હતો.

ફિલ્મની પટકથા ખુબ શાનદાર હોવા છતાં સેફ પણ ફિલ્મમાં કામ કરવા ફરી વિચારણા કરી શકે છે. સારા અલી ખાન બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. તેની પાસે કેટલીક ફિલ્મો છે. જેમાં અભિષેક કપુરની કેદારનાથ અને રણવીર સિંહની સાથે સિમ્બા ફિલ્મનો સમાવેશ થાય છે. તે ફિલ્મના શુટિંગને લઇને વ્યસ્ત બનેલી છે. સારા અને જાહન્વી વચ્ચે આગામી સમયમાં બોલિવુડમાં સીધી ટ્‌કકર થનાર છે. સેફ અલી ખાન વધારે ફિલ્મ કરી રહ્યો નથી. તે પરિવારની પ્રવૃતિઓમાં વધારે વ્યસ્ત છે.

Share This Article