કિચન ટિપ્સ એટલે કે ઘર ની રાણી માટે ની સંકટ સમય ની સાંકળ !! ચાલો જોઈએ કે કેવી રીતે તમારી પાક કાલા અને કિચન કાલા ને નીચે ની ટિપ્સ દ્વારા વધુ સચોટ બનાવી શકાય.
આજ ની મુખ્ય પાંચ ટિપ્સ :
- બ્રેડની કિનારીને ભીની છરીથી આસાનીથી કાપી શકાશે.
- જુનાં બટાકાં બાફતી વખતે લીંબુનો રસ નાખવાથી બટાકાં સફેદ રહેશે.
- દાળ ચોખામાં ઉભરો ન આવે તે માટે ઘી કે તેલ નાંખવું.
- અનાજની સાથે લીમડાના પાન રાખવાથી અનાજ બગડતું નથી.
- ભરેલા પરવળ બનાવતી વખતે પરવળમાં કાપા પાડીને એને ગરમ પાણીમાં અધકચરા બાફી લો તેમાં મસાલો ભરવામાં સરળતા રહે અને પરવળ તૂટતાં નથી.