અમદાવાદ: ઉપરવાસમાં ભારે વરસાદ અને નવા નીરની આવકના કારણે રાજયના નર્મદા ડેમમાં જળસપાટી ૧૧૪.૩૪ મીટરથી વધુ પહોંચી ગઇ હતી. છેલ્લા ૪૮ કલાકમાં ડેમમાં ચાર મીટર નવા નીરની આવક નોંધાઇ છે. નર્મદા ડેમમાં હવે એક વર્ષ સુધી ચાલે એટલા પાણીનો જથ્થો આવ્યો હોઇ સરકાર અને તંત્રના અધિકારીઓએ ભારે રાહતની લાગણી અનુભવી હતી. આજે પણ રાજયમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારો અને પંથકમાં મેઘરાજાની સતત મહેર જારી રહી હતી, જેના કારણે ખૂડૂતોના પાકને જીવતદાન મળી ગયું છે, જેને લઇ ખેડૂતઆલમમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.
કેન્દ્ર સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો છે. એલપીજી ગેસના ભાવ રૂ. 50 સુધી વધારવામાં આવ્યા...
Read more