અમદાવાદ: ભારત સહિત વિશ્વભરમાં ગુજરાત અને ગુજરાતીઓ પ્રવાસન ઉદ્યોગના વિકાસ અને હરણફાળમાં બહુ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ડોમેસ્ટીક ટુરીઝમની વાત કરીએ તો, દેશમાં જેટલા પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ ફરવા આવતા હોય છે, તેમાં ૩૩ ટકા ફાળો ગુજરાતીઓનો હોય છે. એટલું જ નહી, હવે ગુજરાતીઓમાં પણ ડોમેસ્ટીક ટુરની સાથે સાથે ઇન્ટરનેશનલ ટુર અને ટ્રાવેલ્સનો ક્રેઝ વધતો જાય છે. દે
શની જાણીતી ટુર અને ટ્રાવેલ્સ કંપની વાનગાર્ડ હોલિડેઝ(ઇન્ડિયા) લિ. દ્વારા શહેરમાં યોજાયેલા ત્રીજા વાર્ષિક ટ્રાવેલ મીટમાં દેશભરમાંથી આવેલા લક્ઝુરીયસ હોટલના સંચાલકો અને ટ્રાવેલ એજન્ટ સહિતના પ્રતિનિધિઓ ઉમટયા હતા. આ ટ્રાવેલ મેળાવડામાં ગુજરાત અને ગુજરાતીઓ પર ટુર અને ટ્રાવેલ્સ ક્ષેત્રના નિષ્ણાતોએ મુખ્ય ફોક્સ કર્યું હતુ અને ગુજરાત અને ગુજરાતીઓને ડોમેસ્ટીક તેમ જ ઇન્ટરનેશનલ ટુરમાં વધુ કયા પ્રકારની સેવા-સુવિધા, આકર્ષક ઓફર અને વિશ્વાસપૂર્ણ મહેમાનગતિનો અનુભવ કરી શકાય તે સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા, સૂચનો અને આયોજનો હાથ ધરાયા હતા. ગુજરાતીઓના ટુરીઝમનો ગ્રોથ રેટ દર વર્ષે ૧૨થી ૧૫ ટકા સુધી સતત વધતો રહે છે એમ અત્રે વાનગાર્ડ હોલિડેઝ ઇન્ડિયા લિ.ના ડિરેકટર શૈલેષ અગ્રવાલ, સન્ની અગ્રવાલ અને ગૌતમ બકુલીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડોમેસ્ટીક કે ઇન્ટરનેશનલ ટુરીસ્ટની સંખ્યામાં ગુજરાતીઓનો સિંહફાળો હોય છે. ખાસ કરીને ડોમેસ્ટીક ટુર્સ અને ટ્રાવેલ્સમાં ગુજરાતીઓ જ મહત્તમ જાવા મળતા હોય છે. આજે બદલાતા અને માનસિક તણાવવાળા યુગમાં લોકો પારિવારિક પ્રવાસ તરફ વળ્યા છે, જેમાં ખાસ કરીને લકઝુરીયલ હોલિડેઝ-ટુર્સમાં પણ નોંધનીય વધારો થઇ રહ્યો છે ત્યારે વાનગાર્ડ હોલિડેઝ ગુજરાત અને ગુજરાતીઓના ટુર્સ અને ટ્રાવેલ્સની સફર અને પ્રવાસને યાદગાર અને રોમાંચક બનાવવા ઉત્તમ સેવા, માર્ગદર્શન, લકઝુરિયસ સુવિધા અને વિશ્વાસપૂર્ણ મહેમાનગતિ પૂરા પાડવા કટિબધ્ધ છે.
વાનગાર્ડ હોલિડેઝ ઇન્ડિયા લિ.ના ડિરેકટર શૈલેષ અગ્રવાલ, સન્ની અગ્રવાલ અને ગૌતમ બકુલીએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉના લોકો વર્ષમાં માંડ બે કે ત્રણ ટુરનું આયોજન કરતા હતા, પરંતુ હવેના સમયમાં લોકો વીકએન્ડ્સ, ટૂંકી રજાઓ અને બે-ત્રણ દિવસની રજાઓમાં પ્રવાસ કરવાનું પસંદ કરવા લાગ્યા છે.
વાનગાર્ડ હોલિડેઝ દ્વારા ગુજરાત, ભારત ઉપરાંત જર્મની, દુબઇ અને કેનેડામાં વિદેશી પ્રવાસીઓને સેવા આપવા માટે ખાસ સેટઅપ ઉભુ કરાયું છે, જયારે નજીકના ભવિષ્યમાં વાનગાર્ડ અમેરિકાના મેનહટ્ટનમાં તેની નવી અદ્યતન ઓફિસનું સેટઅપ ઉભુ કરશે.
વાનગાર્ડ ડોમેસ્ટીક પ્રવાસીઓને તમામ સાધન સુવિધા અને ટુર્સ અને ટ્રાવેલ્સના તમામ રોમાંચ અને મનોરંજન પૂરા પાડવાની સાથે સાથે હવે વિદેશી પ્રવાસીઓને પણ એ જ પ્રકારનો એહસાસ કરાવવા કટિબધ્ધ છે. તેના માટે વાનગાર્ડ આયોજનપૂર્વકના વિસ્તરણની વિચારણા કરી રહ્યું છે. વાનગાર્ડ હોલિડેઝ દ્વારા આયોજિત આજના ટ્રાવેલ મેળાવડામાં લીલી ગોવાના જીએમ શ્રીધર નાયર, લોનાવાલા ડેલાના તરૂણ સચવાણી, આઇટીસી હોટલના કન્ટ્રી હેડ નરેન્દ્ર નેધુન્ગાડી, રાજેશ નાંબી સહિતના ટ્રાવેલ્સ ક્ષેત્રના માધાંતાઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વાનગાર્ડ હોલિડેઝ ગુજરાતના સૌથી મોટા કોન્સોલિડેટર તરીકે હોંગકોંગમાં ડીએમસીનું સેટઅપ કરી રહ્યું છે, જે નોંધનીય કહી શકાય.