તમે દેશ માટે શું કર્યું છે?
“Ask not what your country can do for you – ask what you can do for your country.”
– John F. Kennedy.
અમેરિકાના એક વખતના પ્રમુખ જ્હોન કેનેડીએ પોતાના વક્તવ્યમાં વાત કરતા કહ્યું કે, દેશે તમારા માટે શું કર્યું છે તેવું પૂછવા કરતા પોતાની જાતને એ પૂછજો કે તમે દેશ માટે શું કર્યું છે… લાખો શહીદોના લોહીની નદીઓ વહી છે ત્યારે મળી છે આઝાદી પણ આપણને એની કદર છે? સંતાન ને માતાપિતા ની મિલકત વારસામાં મળે તેમ વારસામાં મળી છે આપણને આઝાદી.. આપણે એની માટે કોઈ પ્રયત્નો કરવા તો નથી પડ્યા!
સાત દાયકા અને વધુ એક વર્ષમાં 15મી ઓગષ્ટ આવી અને ગઈ.. આજે 72 મી પણ જતી રહેવાની…આઝાદીનો વારસો જાળવવા આપણે શું કર્યું? 15 ઓગષ્ટનું રૂટીન..વર્ષથી સાચવેલા દવજ ઉપરથી ધૂળ સાફ કરી ધ્વજ વંદન કરવું.. 52 સેકન્ડ જન ગન મન. દેશભક્તિ ના ગીતો સાંભળવા….કદાચ રમત ઉત્સવ કે વડાપ્રધાનનું ભાષણ સાંભળવું અને રજાની મજા માણવી.. એથી વિશેષ કઈ જ નહીં.
પણ હવે નહિ.. દેશભક્તિ અદા કરવાની બીજી પણ કેટલીક રીત છે..જેવી કે પોતે વ્યસન મુક્ત રેહવું અને અન્યોને વ્યસન છોડાવવું, હેલ્મેટ પહેરવું, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને ટ્રાફિક નિયમન માટે સહકાર આપવો, સ્વચ્છતા રાખવી અને જાળવવી, બિનજરૂરી ઉર્જાનો ઉપયોગ ટાળવો, ટેક્સ રેગ્યુલર અને ઈમાનદારીથી ભરવો..ટિકિટ લઈને જ મુસાફરી કરવી..સૈનિકોને સન્માન આપવું.. આવી ઘણી બાબતો કે જેનું પાલન કરી આપણે સીધી કે આડકતરી રીતે દેશના વિકાસમાં ભાગીદાર બની શકીએ તે જ આપણી સાચી દેશ ભક્તિ ગણાશે..
આપણી કારને આપણે વેલ મેઇન્ટેઇન રાખીએ છીએ..તેને રોજ સાફ કરીએ છીએ…કોઈ અથડાવીને ગોબો પાડે તો લડીએ છીએ…કાર માટે આપણે આટલું કરીએ છીએ, કારણ આપણે માનીએ છીએ કે એ આપણી કાર છે… અને દેશ? મિત્રો આ ભારત પણ આપણું છે એવી ભાવના આપણા દરેક પ્રબુધ્ધ નાગરિક ના હ્દયમાં જાગૃત થાય તો જ આજનો આ સ્વતંત્રતા દિવસ અને આવનારા બધાજ સ્વતંત્રતા દિવસો સાર્થક થશે..
વંદે માતરમ…જય હિંદ…
- સચિન શાહ