દેશ તો વિદેશી હકુમતોથી ક્યારનો આઝાદ થઇ જ ગયો છે, પણ જેમ જેમ સમય વિતતો જાય છે તેમ તેમ એમ એક પ્રશ્ન ઉપસ્થિત થતો જાય છે અને દર વર્ષે એ વધુને વધુ વિકરાળ થતો જાય છે . એ પ્રશ્ન છે ‘ દેશ તો આઝાદ / સ્વતંત્ર થઇ ગયો પણ આપણે આપણી વિચારસરણીથી ક્યારે આઝાદ કે સ્વતંત્ર થઈશું?” આપણી સોચ/ વિચારવાની શક્તિ અને એ દિશાથી ક્યારે સ્વતંત્ર થઈશું?
કહેવા માટે તો આપણે ખુલ્લી સોચ , મોકળા વિચાર ધરાવતા એક સ્વતંત્ર દેશમાં જીવીએ છીએ પણ ખરેખર અંદરખાને નજર નાખો તો ક્યાં છે ખરેખર ખુલ્લી સોચ કે વિચાર? જી હા, વાત ભલે કડવી લાગે પણ એકદમ સત્ય છે. આપણે મુક્ત થયા અંગ્રેજોની ગુલામીમાંથી પણ આપણને કદાચ આઝાદ થતા હજુ સમય લાગશે, આપની માનસિકતાથી પરના આકાશને આંબવામાં ઘણો સમય લાગશે, આપને હકોની આઝાદી ભોગાવીએ છીએ પણ આપની ફરજોનું શું? રસ્તા વચ્ચેથી બેફામ ગાડી દોડાવવી મુકવી એને ભલે આપની આઝાદી કહેતા હોઈએ પણ બીજા લોકોને આપણાથી થતા અકસ્માતોનું શું? પાન ખાવાની આઝાદીને ગળે લગાવી લો પણ પિચકારી મારીને દીવાલોને રંગી નાખતા તમારા કૃત્યનું શું? લાખો રૂપિયા કમાવી લેવાને ભલે તમારી આવડત ગણાવી લઈએ પણ ટેક્ષ ચોરીનું શું? સમાજની દરેક સ્ત્રીના આત્મ સ્ન્ન્માનનું શું? માત્ર હક જ નહિ ફરજોનું પણ વિધિવત પાલન કરવાથી આઝાદીનો અનુભવ થાય છે.
૧૫મી ઓગસ્ટ એ મહર્ષિ અરવિંદ ઘોષનો પણ જન્મ દિવસ છે. તેઓ યોગી બન્યા એ પહેલાં દેશની આઝાદી માટે એક સક્રિય સેનાની હતા અને જેલવાસ પણ ભોગવ્યો હતો. એમણે આગાહી કરી હતી કે ૧૫મી ઓગસ્ટને દિવસે જ દેશ આઝાદ બનશે અને એ સાચું પણ પડ્યું. આવા એક મહા યોગી મહર્ષિ અરવિંદને આજના એમના જન્મ દિવસે હાર્દિક પ્રણામ.
છેલ્લે…
ઉમાશંકર જોષીનાં એ શબ્દો આપણને બધાને યાદ છે, તેઓ કહેતા ‘દેશ તો આઝાદ થતા થઇ ગયો પણ તે શું કર્યું?”
- નિરવ શાહ