ઘણા વડીલો સલાહ આપતા હોય છે કે ભોજન બાદ તરત જ પાણી પીવું યોગ્ય નથી. ડોક્ટરો પણ જણાવે છે કે જમ્યા પછી તરત જ પાણી પીવાથી પાચક એન્જાઇમ નબળા પડે છે અને પાચન ક્રિયા સરળ રહેતી નથી. આ વાતને લઇને હંમેશા ચર્ચા થતી હોય છે કે શું ખરેખર ભોજન લીધા બાદ તરત જ પાણી પીવું એ હિતાવહ નથી? તો આવો જાણીએ શું છે હકીકત.
તો ભોજન બાદ તુરંત પાણી પીવાથી ઘણા બધા રોગોને નિમંત્રણ મળી શકે છે. ભોજન પાચન થયા બાદ શરીરને શક્તિ પુરી પાડે છે, પણ ભોજન બાદ પાણી પીવાથી જઠરાગ્નિ મંદ પડી જાય છે. અને આમ કરવાથી આહાર પાચન થતો નથી પરંતુ ઓગળી જાય છે. જઠરાગ્નિ મંદ પડવાના કારણે આહાર પાચન ક્રિયા થયા વગર પડી રહે છે અને તે સડવા લાગે છે અને તેથી જ ગેસ, એસિડીટી, ઓઢકાર જેવી સમસ્યાઓ ઉભી થાય છે. આ જ કારણોસર ભોજનબાદ તરત જ પાણી પીવું યોગ્ય માનવામાં આવતું નથી.
આયુર્વેદિક મુજબ જઠરાગ્નિ જ એટલે કે જઠરની અગ્નિથી જ ખોરાક પાચન થાય છે. જો આપણે તરત જ પાણી ગ્રહણ કરીએ તો આહાર પચવામાં સમસ્યાઓ આવી શકે છે. કારણ કે પાણી ગ્રહણ કરવાથી જઠરાગ્નિ શાંત થઇ જાય છે. આથી જ આયુર્વેદ પ્રમાણે ભોજન અને પાણી પીવા વચ્ચે અંતર રાખવું જરૂરી છે. ઓછામાં ઓછું એક કલાકનું અંતર ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે એક કલાકનો સમય જઠરને પાચન ક્રિયા કરવામાં પુરતો હોય છે.
આયુર્વેદ પ્રમાણે યોગ્ય રીતે ખોરાક પાચન થાય તો તેમાંથી રસ બનશે. તે રસમાંથી માંસ, હાડકા, લોહી, વીર્ય, મળ, મૂત્ર બનશે અને અંતમાં અંતમાં ચર્બી બનશે. આ બધુ જ શક્ય ત્યારે બનશે જ્યારે ખોરાક યોગ્ય રીતે પાચન થયો હશે, તેથી ભોજન બાદ તરત જ પાણી પીવું હિતાવહ માનવામાં આતું નથી.