* સૂરપત્રીઃ રાગ ઝિંઝોટી *
પ્રેમીઓ ની પોતાની અલગ દુનિયા હોય છે. કોઈ વ્યક્તિ સાથે અજાણતા થયેલો ટકરાવ ક્યારે ગમતીલો લાગવા માંડે એ કળી નથી શકાતું.
શાબ્દિક અભિવ્યક્તિ કઇંક આવા શબ્દો દ્વારા રજૂ કરી શકાય. જે અલગ અલગ સ્તર મુજબ અનુભવાય છે…
સંમોહન, ભાવાવેશ, જલતરંગ, સ્વયં અનુભવાતી રિક્તતા, જિજ્ઞાસાનો જન્મ, સ્વયં સમીપે ભાવ, પ્યાસ અનુભવવી, કૃતજ્ઞતા, પરિવર્તન અને આખરમાં સમજણ…મિત્રો આ છે પૂર્ણતાનું પ્રમાણ. જે સમયાંતરે અનુભવાય છે.
ઘાયલ સાહેબની રચના લિજ્જત છે – ના શબ્દો એની પૂર્તિ કરે છે, ઉપરોક્ત ભાવ જેવા જ દિલફેંક છે.
ગભરૂ આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે;
ચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાઈ જવામાં લિજ્જત છે.
બે વાત કરીને પારેવાં થઈ જાયે છે આડાંઅવળાં,
કૈં આમ પરસ્પર ગૂંથાઈ, વીખરાઈ જવામાં લિજ્જત છે.
પ્રેમની સગાઈ તો હ્રદયવલોણાના ઉછસ્તરે થતી હોય છે. રાગ ઝિંઝોટી કઇંક આવીજ ભાવનાઓને રજૂ કરતો લાગણીસભર રાગ છે.
ખમાજ થાટના અને ઠુમરી અંગના આ રાગમાં કેટલાય સુંદર ફિલ્મી ગીતો સર્જાયા છે.
જેમકે, ફિલ્મ મેરે મેહબૂબનું ટાઇટલ સોંગ જે શકીલ બદાયુની ની કલમેં રચાયેલું છે, અને નૌશાદ સાહેબ દ્વારા સ્વરબદ્ધ કરાયેલું મેરે મેહબુબ તુઝે મેરી મુહોબ્બત કી કસમ રાગ ઝિંઝોટી પર આધારિત છે.
અન્ય એક ગીત જે અવિસ્મરણીય જ કહી શકાય એવું, ફિલ્મ ચિરાગનું ગીત તેરી આંખો કે સિવા દુનિયા મેં રખ્ખા ક્યાં હૈ જે મદનમોહન જી દ્વારા સ્વરબદ્ધ કરાયેલું છે અને મજરૂહ સાહેબની કલમેં રચાયેલું છે. આ બન્ને ગીતો સ્વર પારખું જનાબ રફી સાહેબ અને લતાજી દ્વારા કંઠસ્થ થયેલા છે.
રાગ ઝિંઝોટી ની અન્ય રચનાઓ પણ અદ્ભૂત જ છે.
ફિલ્મ છોટી બહેનનું ગીત જે મુકેશજીના અવાજમાં છે એ જાઉં કહાં બતાયે દિલ, દુનિયા બડી હે સંગદિલ તથા ફિલ્મ ચોર મચાયે શોરનું કિશોરના કંઠે ગવાયેલું ઘૂંઘરૂં કી તરહ બજતા હી રહા હું મેં પણ રાગ ઝિંઝોટી ની રચના છે.
તદુપરાંત, મારા અતિગમતીલા ગીતો પૈકીનું, ફિલ્મ પગલા કહીંકાનું હ્રદયસ્થ થયેલું ગીત તુમ મુજે યું ભુલા ન પાઓગે તેમજ ફિલ્મ ઝૂમરુંનું ગીત કોઈ હમદમ ન રહા કોઈ સહારા ન રહા તથા લતાજી ના કોકિલ કંઠે ગવાયેલું ફિલ્મ ચંપાકલીનું ગીત છુપ ગયા કોઈ રે દિલ સે પણ રાગ ઝિંઝોટી બેઇઝડ છે.
તદુપરાંત, ફિલ્મ ગાઈડ ની બે અદ્ભૂત રચના જે રફી સાહેબે ક્યાસે કયા હો ગયા બેવફા તેરે તથા લતાજી ના કંઠે ગવાયેલું મોસે છલ કિયે જાયે હાય રે હાય રાગ ઝિંઝોટી બેઇઝડ છે.
અબ્દુલ કરીમખાં સાહેબની પ્રખ્યાત ઠુમરી અવશ્ય સાંભળવા જેવી છે.
પિયા બિન નાહીં આવત ચૈન પણ રાગ ઝિંઝોટી બેઇઝડ છે.
આરોહ:- સા રે ગ મ પ ધ નિ (કોમળ) સા
અવરોહ:- સા નિ (કોમળ) ધ પ મ ગ રે સા
વાદી:- ગ. સંવાદી:- ધ
સમય:- રાત્રી નો બીજો પ્રહર
જાતિ:- સંપૂર્ણ-સંપૂર્ણ
થાટ:- ખમાજ.
તો ચાલો મિત્રો, આ ઝીંઝોટી રાગ બેઇઝડ એક મસ્ત મજાની રચના સાંભળીએ…
- આર્ટીકલ:- મૌલિક જોશી
જૂનાગઢ.
गीतकार : राजेन्द्र कृष्ण,
गायक : लता मंगेशकर,
संगीतकार : हेमंत कुमार,
चित्रपट : चंपाकली (१९५७)
छुप गया कोई रे, दूर से पुकार के,
दर्द अनोखे हाय, दे गया प्यार के,
छुप गया …
आज हैं सूनी सूनी, दिल की ये गलियाँ, ,
बन गईं काँटे मेरी, खुशियों की कलियाँ,
प्यार भी खोया मैने, सब कुछ हार के,
दर्द अनोखे हाय, दे गया प्यार के,
छुप गया …
अँखियों से नींद गई, मनवा से चैन र,
छुप छुप रोए मेरे, खोए खोए नैन रे,
हाय यही तो मेरे, दिन थे सिंगार के,
दर्द अनोखे हाय, दे गया प्यार के,
छुप गया …