રોજિંદા ઉપયોગમાં લેવાતા મસાલા આપણી વાનગી વધુ ફ્લેવર અને અરોમાથી ભરપૂર બનાવે છે. તેમાં પણ આપણી ભારતીય રસોઈ પ્રથા પરંપરાગત મસાલા માટે ખુબજ પ્રખ્યાત છે. તે મસાલામાંથી એક ગુણકારી મસાલા વિશે વાત કરીશું. આપણે જીરુંનો ઉપયોગ શેમાં કરતા હોઈએ છે? માત્ર વઘાર કરવા ખરુંને? જીરું અનેક ગુણો અને ફાયદા ધરાવે છે. તે રસોઈમાં સ્વાદ ઉમેરવા સાથે અન્ય ઘણા વિશિષ્ટ ગુણ ધરાવે છે.
જીરું સામાન્ય રીતે વિટામિન E, આયર્ન, કેલ્શ્યિમ, વિટામિન B1, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને મેન્ગેનીઝ વગેરે ધરાવે છે. તે ઉપરાંત તે એન્ટી એજિંગ અને એન્ટી બેકટેરીઅલ ગુણધર્મો ધરાવે છે સાથે જ એન્ટી ઓક્સિડેન્ટ્સ તત્વોયુકત પણ છે.
➔ ત્વચા અને વાળ માટે ફાયદાકારક: જીરું વિટામિન E યુક્ત હોવાથી ત્વચાની જાળવણી કરે છે સાથે જ તે એન્ટી એજિંગ તત્વો ધરાવતું હોવાથી કરચલી અટકાવે છે. ચહેરા પર પિમ્પલ દૂર કરવા પણ મદદ કરે છે. જીરું નાખી ઉકાળેલું તેલ માથામાં લગાવવાથી ડેન્ડ્રફ અટકે છે અને વાળ ખરતા બંધ થાય છે.
➔ વજન ઘટાડવા ઉપયોગી: જીરું વજન નિયંત્રિત કરવા પણ ઘણું ઉપયોગી છે. 3થી 4 ગ્લાસ પાણીલઈ તેમાં 3 ચમચી જીરું ઉમેરી પાણી ઉકાળો. પાણી ઠંડુ થાય પછી ગાળીને એક બોટલમાં ભરી લો. દિવસ દરમ્યાન જ્યારે પણ તરસ લાગે ત્યારે પી શકો છો. વજન જાળવવા મદદ કરશે.
➔ આયર્નની ઉણપ દૂર કરે છે: જીરું આયર્ન પૂરતા પ્રમાણમાં ધરાવે છે જેથી જો એનિમિયાથી પીડાતા હોઈ તેમના માટે જીરું ઉત્તમ છે. જીરું થાક દૂર કરવા મદદ કરે છે અને હિમોગ્લોબિનનું સ્તર ઉંચુ લાવવા મદદ કરે છે. શરીરમાં નવી શક્તિનો સંચાર કરવા મદદરૂપ બને છે.
➔ શરીરને ઠંડક આપે છે: તે શરીરની ગરમી દૂર કરવા મદદ કરે છે. હાથ અને તળિયામાં થતી બળતરા અટકાવે છે. પાચન સરળ કરે છે. પેટને લગતા દર્દો જેમકે પેટમાં બળતરા, એસીડીટી વગેરે દૂર કરે છે.
➔ તણાવ દૂર કરે છે: જીરું તણાવ દૂર કરે છે સાથે જ યાદશક્તિ પણ સુધારે છે. સાથે જ અનિંદ્રા પણ દૂર કરવા મદદ કરે છે. તમારા મગજને તણાવમુક્ત બનાવી મગજ શાંત કરે છે સાથે પૂરતી ઉંઘ પણ આપે છે.
જીરું આપણા ભોજનમાં સ્વાદ ઉમેરવાની સાથે શરીરને પણ અનેક ફાયદા પુરા પાડે છે અને તંદુરસ્ત રાખવા મદદ કરે છે.