રાજ્યમાં વરસી રહેલા વરસાદે આજે દિવસ દરમિયાન ૩૪ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જેમાં, મેંદરડા તાલુકામાં ૧૩૩ મી.મી., વેરાવળમાં ૧૫૫ મી.મી., માંગરોળ અને કોડિનારમાં ૧૦૫ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ, આજે ૧૮ જુલાઇના રોજ સાંજે ૬ કલાક સુધીમાં જામનગર તાલુકામાં ૯૬ મી.મી., કેશોદમાં ૮૪ મી.મી., માળિયામાં ૭૪ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ અને કાલાવડમાં ૬૯ મી.મી., તાલાળામાં ૬૮ મી.મી., ઉનામાં ૬૧ મી.મી., વિસાવદરમાં ૫૮ મી.મી., લાલપુર અને વઘઇમાં ૫૮ મી.મી., જામજોધપુરમાં ૫૬ મી.મી., ગાંધીધામમાં ૫૪ મી.મી., ગીર ગઢડામાં ૫૨ મી.મી., જાફરાબાદમાં ૫૦ મી.મી. મળી કુલ ૧૦ તાલુકાઓમાં બે ઇંચથી વધુ જ્યારે અન્ય ૧૬ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.