ડેઇલી મેલના એક રિપોર્ટ અનુસાર ચીનની એક ફ્લાઇટના સહ-પાયલોટને ધુમ્રપાનનો શોખ હતો. જેના લીધે ફ્લાઇટનુ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યુ હતુ. ૩૫૦૦૦ ફૂટની ઉંચાઇથી તાત્કાલિક લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ૩૫૦૦૦ ફૂટની ઉંચાઇએ પાયલોટના સહ પાયલોટે સિગરેટ સળગાવી હતી. જેના લીધે આખા પ્લેનમાં ધૂમાડો થઇ ગયો હતો. જેના લીધે પ્લેન ૧૦૦૦૦ ફૂટ નીચે જતુ રહ્યુ હતુ. એટલા જાટકાથી આ પ્લેન નીચે આવી ગયુ હતુ કે, ઓક્સિજન માસ્ક પણ નીચે આવી ગયા હતા.
આ ઘટના ૧૦ જુલાઇ ૨૦૧૮ની છે. આ ફ્લાઇટમાં ૧૫૩ યાત્રી સવાર હતા. ચીની સમાચાર પ્રમાણે આ ઘટનામાં કોઇને વાગ્યુ નથી. અધિકારીઓનુ જો માનીએ તો, આ ભૂલ ફક્ત પાયલોટની હતી. જેના કારણે ફ્લાઇટનુ ઇમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યુ હતુ. ધૂમાડાને લીધે લોકો પણ ગભરાઇ ગયા હતા. દરેકને એવુ લાગી રહ્યુ હતુ કે શોર્ટ સર્કિટ થઇ છે અથવા તો પ્લેનમાં આગ લાગી છે. બાદમાં ખબર પડી કે પાયલોટે સિગરેટ સળગાવી હતી જેના લીધે આ ઘટના બની હતી.