* સૂરપત્રીઃ રાગ માલકૌંશ *
જ્યારથી રાગને સમજવાના પ્રયાસ કરવા લાગ્યો છું ત્યારે જે તે રાગની પ્રકૃતિને ઓળખીને સાંભળવો ખૂબ ગમે છે. માલકૌંશ એ ગંભીર પ્રકૃતિનો રાગ કહેવાય છે.
ફિલ્મ નવરંગના બે અવિસ્મરણીય ગીતો ઉપરોક્ત રાગ બેઇઝડ છે. પોતાના શબ્દોમાં શુદ્ધ હિન્દી શબ્દો પ્રયોજવા માટેના આગ્રહી એવા કવિ ભરત વ્યાસ રચિત અને સી.રામચંદ્ર દ્વારા સ્વરબદ્ધ કરાયેલું ગીત આધા હે ચંદ્રમા રાત આધી આ રાગ બેઇઝડ છે. બીજું ગીત છે, તું છુપી હે કહાઁ, મૈં તડપતા યહાઁ પ્રેમનું પરમપદ પામવા માટે આપણા મન, મસ્તિષ્ક, હૃદયમાં ઉઠતા ભાવો ને પ્રિયતમા સમક્ષ ઠાલવવા જ જોઈએ. એક ઉર્દુ શાયરની એક પંક્તિ સ્મરણે આવી.
शब भर तेरे ख़्वाब बुने थे, मेरी जागी आँखों ने,
दिन भर ये एहसास रहा है, आज कहीं तू आई न हो ।
“ख़लिश” मुज़फ़्फ़र આવનજાવનની આ તીવ્ર સંવેદના વ્યક્તિને સ્નેહના એવા તાંતણે જકડે છે કે, કુદરતના આ નિયોજનને સમજતા પોતાના સ્વનિયોજનને વિસ્મૃતિમાં ધકેલી દે છે. એમાંય જ્યારે પ્રિયતમની હાજરી સન્મુખ થાય ત્યારે પ્રિયતમાના મનના ભાવ જાણવા મિત્ર પારુલ બેનની એક મસ્ત લાઈન યાદ આવી જાય છે.
‘ભીંસતા આલિંગનો ને ચુંબનો પ્રગાઢ લઇને આવ્યો,
સાયબો મારો બેશરમ, માઘમાં અષાઢ થઇને આવ્યો.’
બે વ્યક્તિ પરસ્પરના ગાઢ આત્મિક પ્રેમને વાસ્તવિક સ્વરૂપ આપવા મથતા હોય અને અસંવેદનશીલ સમાજ જ્યારે આડખીલી રૂપ બને ત્યારે મન માં જે ભાવ ઉત્પન્ન થાય છે એને રજૂ કરવા માટે માલકૌંશ નો આધાર લઈ શકાય એવું સમજી શકાય છે.
રાગ માલકૌંશ ના ગીતો માં, ફિલ્મ પ્યાર કિયા તોનું રફી સાહેબે ગાયેલું ગીત જાને બહાર હુશન તેરા બેમિસાલ હૈ તથા ફિલ્મ મિસ બોમ્બેનું રફી સાહેબે જ ગાયેલું ગીત ઝિંદગી ભર ગમ જુદાઈ કા મુજે તડપાએગા છે. ફિલ્મ લવ યુ હંમેશાનું ગીત એક લડકી થી કિતની શર્મિલી. તેમજ ફિલ્મ સુવર્ણસુંદરીનું ગીત મુજે ના ભુલા તદુપરાંત ફિલ્મ મહેરબાનનું ગીત સાવન કી રાત કારી કારી પણ રાગ માલકૌંશ ની રચનાઓ છે.
ક્લાસિકલ ગીતોમાં પણ આ રાગ પોતાનો ફાળો આપે જ છે. નૌશાદ સાહેબે મઢેલુ અને રફીના બેનમૂન કંઠે ગવાયેલું ફિલ્મ બૈજુ બાવરાનું એ અવિસ્મરણીય ગીત મન તડપત હરિ દર્શન કો આજ પણ રાગ માલકૌંશ બેઇઝડ છે.
તો ચાલો મિત્રો આજે….
સ્વભાવે શાંત પ્રકૃતિ અને નિઃશબ્દ માધુર્ય ધરાવતા આ રાગની રચના માણીએ…
આરોહ: સા ગ (કોમળ) મ ધ ની (ધની કોમળ) સા.
અવરોહ: સાં ની ધ (નિધ કોમળ) મ ગ (કોમળ) સા.
જાતિ: ઓડવ થાટ: ભૈરવી
વાદી: મ સા રાખત રે પ વર્જ્ય
પ્રહર: તૃતીય
Movie/Album: नवरंग (1959)
Music By: सी.रामचंद्र
Lyrics By: भरत व्यास
Performed By: महेंद्र कपूर, आशा भोंसले
आधा है चन्द्रमा रात आधी,
रह न जाए तेरी मेरी बात आधी,
मुलाक़ात आधी,
आधा है चन्द्रमा…
पिया आधी है प्यार की भाषा,
आधी रहने दो मन की अभिलाषा,
आधे छलके नयन,
आधी पलकों में भी है बरसात आधी
आधा है चन्द्रमा…
आस कब तक रहेगी अधूरी,
प्यास होगी नहीं क्या ये पूरी,
प्यासा प्यासा पवन,
प्यासा प्यासा गगन,
प्यासे तारों की भी है बारात आधी,
आधा है चन्द्रमा…
सुर आधा है श्याम ने साधा,
राधा राधा का प्यार भी आधा,
नैन आधे खिले,
होंठ आधे मिले,
रही पल में मिलन की वो बात आधी,
आधा है चन्द्रमा…
આર્ટિકલ:
– મૌલિક સી. જોશી