ઘણી વાર રસોડામાં તમારુ ધ્યાન ના હોય ત્યારે શાક દાજી જતુ હોય છે અથવા તો ઉભરાઇ જતુ હોય છે. જે વાસણ બળી ગયુ હોય તેને સાફ કરવુ મુશ્કેલ થઇ જાય છે. બળેલા વાસણમાં વાસ પણ આવે છે અને તેને ઘસતા ઘસતા હાથ પણ દુખવા લાગે છે. અમે તમને અમુક એવી ટિપ્સ આપીશુ જેની દ્વારા બળેલા વાસણને સરળતાથી ચમકાવી શકશો.
- ટામેટાના રસથી બળી ગયેલા વાસણને સાફ કરી શકાય છે. એક વાસણમાં ટામેટાનો રસ ઉમેરીને ગરમ કરી લો. ત્યાર પછી તેને સાફ કરો. તમે ઇચ્છો તો તેમા મીઠું પણ ઉમેરી શકો છો. આ ઉપાયથી બળેલા વાસણ સાફ થઇ જાય છે.
- લીંબુથી સહેલાઇથી બળી ગયેલાને સાફ કરી શકાય છે. સૌ પ્રથમ એક કાચૂ લીંબુ લો તેને વાસણની સાઇડ પર લગાવી લો. ત્યાર પછી ત્રણ કપ ગરમ પાણી ઉમેરો. હવે બ્રશથી બળી ગયેલા વાસણને સાફ કરો. થોડીક મિનિટમાં વાસણ સાફ થઇ જશે.
- ડુંગળીનો એક નાનો ટુકડો લો. હવે તેને બળી ગયેલા વાસણમાં ઉમેરો અને તેમા પાણી મિક્સ કરીને ઉકાળી લો. થોડીક વારમાં બળી ગયેલા વાસણના નિશાન ગાયબ થઇ જશે.
- બળી ગયેલા વાસણને સાફ કરવા માટે પાણીમાં મીઠું ઉમેરીને મિક્સ કરી લો. હવે તેને બળી ગયેલા વાસણમાં 4 મિનિટ સુધી ઉકાળી લો. ત્યાર પછી બ્રશની મદદથી તેને રગડી લો. ડાઘ સાફ થઇ જશે.
- બળી ગયેલા વાસણને સાફ કરવા માટે એક ચમચી બેકિંગ સોડામાં બે ચમચી લીંબુનો રસ અને 2 કપ ગરમ પાણી મિકસ કરી લો. તે પછી આ પાણીથી વાસણને બરાબર રગડી લો. આમ કરવાથી બળી ગયેલા વાસણ એકદમ સાફ થઇ જશે.