આપણે બધા બહાર હરવા-ફરવા માટે ઉત્સુક રહેતા હોઈએ છીએ, પરંતુ આપણામાંથી એવા પણ ઘણાં લોકો છે જે મુસાફરીનો આનંદ માણી શકતા નથી. તેઓ માટે ટ્રાવેલ કરવું ચિંતા અને પરેશાની બની જતી હોઈ છે. જેવાકે તેઓ કાર, બસ અથવા ફ્લાઈટમાં મુસાફરી કરવાનું શરુ કરે છે તેઓની પરેશાની વધતી જાય છે તેના પરિણામ રૂપ ઉબકા, ઉલ્ટી, માથાનો દુઃખાવો વગેરે તકલીફ રહે છે.
આજે આપણે ટ્રાવેલ સિકનેસ દૂર કરવા કેટલાક જરૂરી મુદ્દા વિશે વાત કરીશુ જે આપણી મુસાફરીને મુસીબત નહિ, પરંતુ સરળ ટ્રીપ બનાવી શકે.
➔ ઘણાં લોકોને એવું કેહતા સાંભળ્યા હશે કે મુસાફરી દરમ્યાન ખાલી પેટ રાખવું. ખાવા-પીવાથી ઉલ્ટી ઉબકા થવાની સમસ્યા વધુ રહે છે, પરંતુ તેવું નથી. જો પેટ ખાલી હશે તો તમને વોમિટ થવાની શક્યતા વધુ રહેશે. જ્યારે પણ મુસાફરી કરો ત્યારે યોગ્ય ખોરાક લેવાનો રાખવો ત્યારબાદ જ બહાર જવું.
➔ ભૂખ્યા પેટ મુસાફરી કરવી નહિ તેનો મતલબ એ નથી કે આપણે કંઈપણ ખાવું પીવું. ખોરાકની પસંદગી કરવામાં કાળજી રાખવી. વધુ પડતો તીખો અને તળેલો ખોરાક લેવો નહિ અને પચવામાં સરળ ખોરાક લેવો.
➔ મુસાફરી દરમ્યાન તમે પોતાને કામમાં વ્યસ્ત રાખો. જેમકે મ્યુઝિક સાંભળવું, ગેમ રમવી, મેગેઝીન અથવા બુક વાંચવી વગેરે કાર્ય કરવા જેથી અન્ય તકલીફ તરફ તમારું ધ્યાન ઓછું રહેશે. જો ઉપરોક્ત કંઈપણ એક્ટિવિટી કરવી ગમે નહિ ત્યારે શાંતિથી આંખ બંધ કરીને બેસી રહો.
➔ તમે કોઈપણ માધ્યમ દ્વારા મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે તમારી સીટની પસંદગી યોગ્ય કરવી જેથી તમને વાહનની ઝપડ અને ગતિનો અનુભવ ઓછો થાય. જેમકે કારની મુસાફરી માટે ફ્રન્ટ સીટ, ફ્લાઈટમાં વિંગ સીટ વગેરે પસંદ કરવી.
➔ તમારી સાથે ઉબકા ઉલ્ટી, માથાનો દુઃખાવો વગેરેમાં રાહત કરે તેવી દવા રાખો. જો વધુ તકલીફ રહેતી હોઈ ત્યારે તમારા ફેમિલી ડૉક્ટરની સલાહ લઇ દવા લેવી યોગ્ય રહેશે.
ઉપરોક્ત દરેક ટિપ્સ ધ્યાનમાં રાખવી જયારે તમે મુસાફરી કરો. તમને ટ્રાવેલ સિકનેસ દૂર કરવા અને તમારી યાત્રા સરળ બનાવા મદદ કરશે.
હેવ અ હેપી એન્ડ સેફ જર્ની…!