હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 26 જૂન સુધીમાં વરસાદનું આગમન થઇ શકે છે.

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાતના વિવિધ શહેરોમાં દિવસ દરમિયાન અસહ્ય ગરમી, ઉકળાટમાં વધારો થઇ રહ્યો છે અને ગરમીથી નાગરિકો પણ હવે ત્રસ્ત થઇ ઉઠ્યા છે ત્યારે રાહતના સમાચાર એ મળ્યા છે કે ગુજરાતમાં 26 જૂનથી ચોમાસુ બેસી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં 25 જૂને ભારે વરસાદ થઇ શકે તેવી હવામાન વિભાગે આગાહી કરેલી છે. જોકે અત્યાર સુધી ગુજરાતમાં મોસમનો સરેરાશ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને જેની ગતિ કઇ તરફ જાય છે તેના પર ચોમાસાનો આધાર હોવાનું મનાય છે. આગામી ત્રણ થી ચાર દિવસમાં દક્ષિણ પશ્વિમ ચોમાસું સક્રિય થઇને  દેશના મોટાભાગના રાજયોને આવરી લેશે. અરબી સમુદ્ર વાળી સિસ્ટમ આગળ વધીને 27 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી જ લેશે. હાલમાં દક્ષિણ પશ્વિમ દેશનો પવન હોવાથી છૂટાછવાયા ઝાપટાં પડશે.

TAGGED:
Share This Article