કોંગ્રેસે કર્યા પૂર્વ નાણાંમંત્રીથી લઇને કાર્યકર સુધીનાને કર્યા ૬ વર્ષ માટે સસ્પેન્ડ,
જાણો સસ્પેન્ડની આ યાદીમાં કોના કોના નામ છે
ખબરપત્રીઃ વિધાનસભા – ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોર તરીકે ઉમેદવારી નોંધાવનાર વિવિધ ૧૫ વિધાનસભા બેઠક પક્ષના પદાધિકારી, આગેવાન-કાર્યકરને ૬ વર્ષ માટે તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કર્યાની જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવનાર પક્ષના જ આગેવાનો – કાર્યકરોએ ગંભીર ગેરશિસ્તને ધ્યાનમાં લઇ કોંગ્રેસ પક્ષના બંધારણ મુજબ તેઓને ૬ વર્ષ માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે સાથોસાથ કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે નોંધાવનાર કોઇ પણ કાર્યકર કે આગેવાન હોય તેઓની ગંભીર ગેરશિસ્ત પક્ષ ચલાવી લેશો નહીં.
કોંગ્રેસજનોને ૬ (છ) વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે તેના નામની યાદી.