આજના પુરુષપ્રધાન યુગને અરીસો બતાવતી એક સુંદર કાવ્ય રચના “લૂંટાઈ ગઈ મરદાનગી…” કવિજગત તરફથી ખબરપત્રી ઉપર રજુ કરાઈ રહી છે, આ રચનામાં સ્ત્રી તરફથી પુરુષના અહંકાર ને કઈ નાની નાની વાતો ઠેસ પહોંચાડે છે તેની મનોવ્યથા ઠાલવવામાં આવી છે.
લૂંટાઈ ગઈ મરદાનગી…
ઓફિસથી ઘરે આવીને જાતે પાણીનો પ્યાલો લેવામાં લૂંટાઈ ગઈ મરદાનગી…
કોઈ સ્ત્રી વ્હિકલ ડ્રાઈવ કરે અને પાછળ બેસવામાં લૂંટાઈ ગઈ મરદાનગી…
પોતાના જ ઘરમાં ગેલેરીનાં તાર પર સૂકાતા કપડાંને ઘરમાં લાવવામાં લૂંટાઈ ગઈ મરદાનગી…
બાળકને સ્કૂલે મોકલતી વખતે તૈયાર કરવામાં લૂંટાઈ ગઈ મરદાનગી…
ઓફિસ જતાં રાંધેલી રસોઈ જાતે ટિફીનમાં ભરવામાં લૂંટાઈ ગઈ મરદાનગી…
ચા પીધા પછી ચાનો કપ રસોડામાં પાછો મૂકવા આવવામાં લૂંટાઈ ગઈ મરદાનગી…
પોતાના કરતાં વધુ ભણેલી પત્નીની ડિગ્રી દુનિયાને દેખાડવામાં લૂંટાઈ ગઈ મરદાનગી…
પોતાના કરતાં વધુ કમાતી પત્નીનો પગાર જાહેર કરવામાં લૂંટાઈ ગઈ મરદાનગી…
By – Prakruti Thaker