જમ્મુ-કશ્મીરમાં આતંકીઓએ પત્રકાર શુજાત બુખારીની નિર્મમ હત્યા કરી દીધી છે. શુજાત બુખારીને આતંકવાદીઓએ 15 ગોળી
મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે. કશ્મીરમાં સળગતા ઇશ્યુને લઇને કોઇનાથી ડર્યા વગર શુજાત બુખારી લખતા હતા. તેમના બુલંદ
અવાજને આતંકવાદીઓએ ચૂપ કરાવી દીધો છે.
આતંકવાદીઓએ પત્રકારને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાની દરેક વ્યક્તિએ નિંદા કરી છે. આ પહેલી વાર નથી થયુ કે આતંકવાદીઓએ પત્રકારને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ કિસ્સા પહેલા પણ ઘણા એવા પત્રકાર છે, જેમની નિર્મમ હત્યા કરી
દેવામાં આવી છે.
19 ફેબ્રુઆરી 1990માં દુરદર્શનના પત્રકારની હત્યા કરવામાં આવી હતી.
1 માર્ચ 1990માં પી.એન હાંડુની હત્યા
23 એપ્રિલ 1991માં અલસફા પેપરના મોહમ્મદ શબાન વકીલની હત્યા
29 સપ્ટેમ્બર 1992માં હમદર્દ પેપરના અલી મોહમ્મદની હત્યા
3 ઓક્ટોબર 1993માં રેડિયોના મોહમ્મદ શમી બટની હત્યા
10 સપ્ટેમ્બર 1995માં એ એન આઇના ફોટો જર્નાલિસ્ટ મુશ્ક અલીની મોત બોમ્બ ધમાકામાં થઇ હતી.
આ સિવાય પણ હત્યાની યાદી લાંબી છે. શુજાતના કેસમાં કોણે હુમલો કર્યો છે, તે આતંકવાદીઓની ઓળખાણ થઇ ગઇ છે. ત્રણ
જણાની ઓળખાણ થઇ છે. ત્રણેય લશ્કરના આતંકી છે. હવે શુજાત બુખારીને ઇન્સાફ મળે છે કે કેમ તે જોવું રહ્યું.