૨૦૧૮ની સાલમાં એડિટર અને પત્રકાર વચ્ચે કેવી વાતો થતી હોય તે વિશે એક નાની હળવાશ ભરી ઝલક જોઈએ.
રીપોર્ટર : સર ન્યૂઝ ના મળે તો શું કરું…૨૪/૭ ન્યૂઝ કેવી રીતે લાવી શકાય?
કહેવાતા જ્ઞાની મહોદય : અરે ભાઈ ન્યૂઝ તો ગમે ત્યાંથી ઉભા કરી શકાય. હું થોડી ટિપ્સ આપુ તને…
૧. બોલિવુડમાં જેમનું લેટેસ્ટ મૂવી આવવાનું હોય તે બંનેનાં અફેરની વાત ફેલાવ…એટલે એક ન્યૂઝ મળી જશે…પછી થોડા દિવસ બાદ બ્રેકઅપની વાત કર એટલે બીજા ન્યૂઝ મળી જશે..
૨. જો કોઈ સેલિબ્રિટી કે પોલિટિશિયન બીમાર હોય તો ત્યાં પહોંચી જા. તેની નાની નાની ગતિવિધી પર એક એક સ્ટોરી બનાવી દે…જેમકે તેણે કેટલીવાર પાણી પીધુ..શું ખાધુ…વગેરે વગેરે…
૩. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, મળતી માહિતી અનુસાર વગેરે વગેરે જેવા ટાઈટલ હેઠળ ગમે તે ન્યૂઝને મસાલા સાથે પીરસી દેવાના.
૪. જો આટલા ન્યૂઝ પણ ઓછા પડતા હોય તો કોઈ એક પોલિટિકલ પાર્ટીનાં નાના માણસને પકડીને ઈન્ટરર્વ્યૂ કર. તેનાં મોઢામાંથી નીકળેલો એક નબળો શબ્દ પકડીને એક્સક્લૂઝિવ કરીને ચલાવ…પછી એ ક્લીપ લઈને અન્ય પાર્ટી પાસે જા. તેનાં વળતા જવાબમાં તે કંઈક બોલશે. બીજા દિવસે તેની ક્લીપ ચલાવ. બે દિવસ પછી દેશનાં કેટલાક વિદ્વાન માથા તે વાત પર પોતાનું પ્રદર્શન કરવા ટ્વિટ કરશે અને આમ તારા ન્યૂઝનાં સ્લોટ ભરાતા રહેશે ભાઈ.
આમ, તો આગળ ઘણાં બધા આઈડિયા છે, જેનાથી સમાચાર ન કહી શકાય તેવી વસ્તુથી ન્યૂઝ સ્લોટ ભરવાના…પણ જો બધી પોલ ખોલીશ તો મારા આ વ્યંગ પર મારા નાતબંધુ એટલે કે પત્રકાર મિત્રોને લાગી આવશે. એટલે આજે આટલું જ…