ઘરમાં સ્ત્રીઓનુ પસંદગીનુ સ્થળ એટલે રસોડુ. વર્કિંગ વુમન પણ તેના રસોડાને ખુબ પ્રેમ કરતી હોય છે. સ્ત્રી પોતાના ઘરને સાફ રાખવા માટે આખો દિવસ મથતી હોય છે. વર્કિંગ વુમન જો મેઇડ રાખે તો પણ રજાના દિવસે જાતે જ ઘરને સાફ કરવાનુ પસંદ કરતી હોય છે. એમાં પણ રસોડાનું ધ્યાન તો તે ખુબ રાખે છે. રસોડુ સાફ ના હોય તો જમવામાં પણ કચરો આવી શકે છે અને ઘરના લોકો બીમાર પડી શકે છે, માટે રસોડાને ચોખ્ખુ રાખવું જ જોઇએ. ગેસ-સ્ટવને સાફ રાખવા માટે શું કરવું જોઇએ. ગેસ સાફ કરવામાં વધારે મહેનત કરવાની જરૂર નથી. કેટલીક એવી ટિપ્સ છે જેને અપનવવાથી ગેસ-સ્ટવને આરામથી સાફ કરી શકશો, અને ચમકાવી શકશો.
- ગેસને સાફ કરીને તેના પર બેકિંગ સોડા નાંખી દો, બાદમાં તેના પર હાઇડ્રોજન પેરોક્સાઇડ નાંખો, થોડી વાર તેને આમ જ રહેવા દો. બાદમાં એક કપડા દ્વારા તેને સાફ કરી લો. સ્ટવ પર લાગેલા ડાઘ દૂર થઇ જશે.
- ગેસને સાફ કરવા માટે તમે ગરમ પાણી ગેસ પર નાંખી દો. બાદમાં તેને સ્વચ્છ કપડા દ્વારા લૂછી લો. ગેસ-સ્ટવના ડાઘ આરામથી દૂર થઇ જશે.
- એક પાત્રમાં બેકિંગ સોડા અને સાબૂને સરખા પ્રમાણમાં મિક્સ કરી લો. તેમાં સ્પંજ ડૂબાડીને ગેસ સાફ કરી લો. સરળતાથી ડાઘ દૂર થઇ જશે.
- એક ચમચી પાણીમાં બેકિંગ સોડા ઉમેરી લો. તેમાં મીઠુ નાંખીને પેસ્ટ બનાવી લો. બાદમાં કપડા પર આ પેસ્ટ લગાવીને ગેસ પર ઘસવાથી તે સાફ થઇ જશે.
- એક બોટલ લો. તેમાં વિનેગાર અને પાણી સરખા પ્રમાણમાં ભરીને મિક્સ કરી લો. આ મિશ્રણને ગેસ પર છાંટીને થોડી વાર રહેવા દો. બાદમાં કપડા કે સ્પંજની મદદથી સાફ કરી લો. આમ કરવાથી ગેસ ચમકી જશે.
જો તમે પણ તમારા ગેસ-સ્ટવને સાફ કરવા માટે મહેનત કરો છો. તો હવે આ ટિપ્સ દ્વારા સરળતાથી તમારા સ્ટવને સાફ કરી દો.