૮૫ ટકા મહિલાઓ ગોળી ખાઇને ગર્ભપાત કરાવે છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લખનૌ : હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ૮૫ ટકા મહિલાઓ ગોળી ખાઇને ગર્ભપાત કરાવે છે. સરકારી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવા માટે ટ્રેન્ડ સ્ટાફની કમી દેખાઇ રહી છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ગર્ભપાત બાદ ૪૫ ટકા મહિલાઓ જુદી જુદી બિમારીના સકંજામાં આવી જાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ઉત્તરપ્રદેશમાં ગર્ભપાત બાદ મહિલાઓને જે મુળભુત સુવિધા મળવી જાઇએ તે સુવિધા મળી શકતી નથી. આરોગ્ય વિભાગના તમામ દાવા છતાં ઉત્તરપ્રદેશમાં ચોંકાવનારા આંકડા સપાટી પર આવી ગયા છે. જે સરકારની સાથે સાથે સંબંઝિત વિભાગોની પણ ઉંઘ હરામ કરે છે.સરકારના તમામ મોટા મોટા દાવા છતાં ઉત્તરપ્રદેશમાં ૮૫ ટકા સુધી મહિલાઓ અનિચ્છુક ગર્ભને પડાવી દેવા માટે આજની દવાનો ઉપયોગ કરે છે.

જેના કારણે આરોગ્ય પર માઠી અસર થઇ રહી છે. ફેમિલી પ્લાનિંગ અથવા તો પરિવાર નિયોજનની માહિતી ન હોવાના કારણે ૪૯ ટકા સુધી મહિલાઓ ગર્ભવતિ બની જાય છે. જે પૈકી ૬૪ ટકા મહિલાઓ ગર્ભપાત કરાવી લેવા માટેના પ્રયાસ કરે છે. આવી જ રીતે પ્રદેશના ૯૬ ટકા આરોગ્ય કેન્દ્રમાં તેમજ ૭૭ ટકા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં તેમજ ૪૫ ટકા સરકારી હોÂસ્પટલમાં ગર્ભપાત બાદ મહિલાઓને કોઇને કોઇ બિમારી લાગી જાય છે.  આના માટેના કેટલાક કારણ છે જે પૈકી એક કારણ પુરતા પ્રમાણમાં ટ્રેન્ડ  સ્ટાફની ગેરહાજરી છે. મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાનગી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવી લેવાની ટકાવારી પણ ઓછી રહી નથી. આંકડા ચિંતા ઉપજાવે તે પ્રકારના છે.

Share This Article