પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટનું આયોજન એ કોઈ પણ વિધાર્થી માટે ખુબ જ અગત્યની અને ખુબ જ જરૂરી નોકરી માટે ની તક આપવા માટેની અને તેમનું ભવિષ્યની યોજનાઓ અને તેમની જિંદગીમાં કઈક સારી તકો મળી રહે, તેવું પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટનું આયોજન જીટીયુંમાં કરવામાં આવ્યું છે.
રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર અને ટેક્નિકલ શિક્ષણમાં દેશના વિદ્યાર્થીઓની પસંદગીમાં અગ્રસ્થાન પામનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી વિદ્યાર્થીના શિક્ષણની સાથે – સાથે તેની લાયકાત આધારીત રોજગારી પણ મળી રહે તે અર્થે પ્લેસમેન્ટ માટે પણ કાર્યરત રહે છે.
તાજેતરમાં જ જીટીયુ સંચાલીત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસી, ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ અને ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી ખાતે ભણતાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જીટીયુ સંચાલિત આ ત્રણે સ્કૂલના ૭૫% વિદ્યાર્થીઓને વિવિધ મલ્ટીનેશનલ કંપની દ્વારા પસંદગી પામ્યા હતાં. વિદ્યાર્થીઓની મહેનત અને જીટીયુના ફેકલ્ટીઝના યોગ્ય માર્ગદર્શનનું ઉત્તમ પરિણામ છે.
વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં જીટીયુ અને દેશનું પણ ટેક્નિકલ ક્ષેત્રે નામ રોશન કરશે તેવી અમને ખાતરી છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને ત્રણે પીજી સ્કૂલના ડાયેક્ટરે વિદ્યાર્થીઓને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટની ફાયનાન્સ, માર્કેટીંગ અને હ્યુમન રીસોર્સીસ મેનેજમેન્ટ જેવી શાખાઓ, ફાર્મસી વિભાગની એમ.ફાર્મ ઈન ફાર્માસ્યૂટીકલ્સ રેગ્યુલેટરી અફેર્સ અને એમ.ફાર્મ ઈન ફાર્માસ્યૂટીકલ્સ ક્વાલિટી એસ્યોરન્સ શાખા તથા એન્જિનિયરીંગની સાયબર સિક્યોરીટી, મોબાઈલ કૉમ્યુનિકેશન એન્ડ નેટવર્ક ટેક્નોલોજી જેવી શાખાના વિદ્યાર્થીઓને વિવિધ મલ્ટીનેશનલ કંપની જેવી કે, વિપ્રો, ટાટા, બેંક ઑફ અમેરીકા, ટોરેન્ટ ફાર્મા, જિંદાલ, ઈન્ડિયા માર્ટ, એજ્યુ સ્કીલ જેવી કંપનીઝમાં ૭.૫૦ લાખ સુધીના પેકેજ વિદ્યાર્થીઓને મળ્યાં.
ત્રણે પીજી સ્કૂલના કુલ ૨૩૧ વિદ્યાર્થીઓમાંથી ૧૭૫ વિદ્યાર્થીઓ જુદી- જુદી કંપનીમાં પસંદગી પામેલ છે. જ્યારે બાકીના ૫૬ વિદ્યાર્થીઓમાંથી કેટલાક વિદેશ અભ્યાસ અર્થે તો અમુક દ્વારા પોતાના સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યા છે. આગામી ટૂંક સમયમાં જ એન્જિનિયરીંગ અને ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે મેગા ઝોબ ફેરનું આયોજન જીટીયુ દ્વારા કરવામાં આવશે. જેમાં જીટીયુ સંલગ્ન તમામ કૉલેજના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.