શહેરના ૭ સાયક્લિસ્ટ્સે કર્યું ૫૦ કિલોમીટરનનું સાયકલિંગ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આજના વ્યસ્ત સમયમાં લોકો ઝડપી પરિવહનનો વિકલ્પ અપનાવી રહ્યાં છે. ખાસ કરી અમદાવાદ જેવા શહેર કે જ્યાં લોકો નાના અંતર માટે પણ વ્હિકલનો ઉપયોગ કરતાં હોય છે, ત્યારે યુથ હોસ્ટેલ અમદાવાદ બાપુનગર અને ગુજરાત સાયકલિંગ ક્લબના ૭ સાયક્લિસ્ટ્સ દ્વારા ૫૦ કિલોમીટરની સાઇકલિંગ કરી લોકોમાં સાયક્લિંગ પ્રત્યે જાગૃત્તિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

સાત સાઇક્લિસ્ટ્સ શૈલેષ, મુકેશ, અજય, નિશિત, પ્રદીપ, મહેશ અને કુણાલ શનિવાર સવારે “સાયકલ ચલાવો ફિટનેસ જાળવો” અંતર્ગત ઇન્ડિયા કોલોની બાપુનગરથી મણિપુર ગામ સ્થિત એક કાફે શોપ સુઘી રાઈડ કરી હતી. કલાકના ૨૦ કિલોમીટરની એવરેજથી ૫૦ કિલોમીટર સિટી રાઈડ કરી હતી.

કાફે શોપ અને ઇટરીના ઓનર શૈવલ પડસાલા કહે છે કે મારે બાઈક પર ૭૦થી ૮૦ મિનિટ થાય છે જ્યારે અમે ૭૦ મિનિટમાં ઘરે પરત આવી ગયા હતા. આમ સાયક્લિંગથી ઈંધણની બચત, પર્યાવરણની જાળવણી અને ફિટનેસ બની રહે એમ એક તિર ત્રણ નિશાન… આ ગ્રુપના ૧૫ થી ૨૦ સાયક્લિસ્ટ્સ છેલ્લા કેટલાય સમયથી રોજ સવારે ૧૫ થી ૩૫ કિલોમીટર સુધી રાઈડ કરે છે.

Kp.com Muskesh Padsala

છેલ્લા ૧૦ વર્ષથી નિયમિત સાયક્લિંગ કરીને ૫૦ વર્ષે ૫૦ કેલોમીટર સાયકલિંગ કરનાર મકેશ પડસાલા આ ગ્રુપનું સૌથી જાણીતુ નામ છે, જેઓએ મુકેશ સાયકલના હુલામણા નામે ઓળખાણ મેળવી છે.

તો સાયક્લિંગ કરતાં રહે અને ઈંધણની બચત, પર્યાવરણની જાળવણી અને ફિટનેસની જાળવણી કરતાં રહો.

Share This Article