રાજકોટ:હોળીના તહેવારમાં પર્યાવરણને નુકસાન થાય નહીં અને ગૌશાળા પણ આર્ત્મનિભર બને તે માટે ગૌશાળાના સંચાલક અને પર્યાવરણપ્રેમી આગળ આવ્યા છે. તેઓએ વૈદિક હોળી યજ્ઞ હાથ ધર્યો છે. જે અંતર્ગત ગૌશાળાના સંચાલકોએ ૯૦ ટન ગોબર સ્ટિક બનાવી છે, તો ૩૦૦થી વધુ હોળીના આયોજક, સંચાલક મંડળોએ હોળીમાં લાકડાંને બદલે ગોબર સ્ટિકનો વપરાશ કરશે. આમના બે ફાયદા થશે એક તો લાકડાં માટે વૃક્ષોનું નિકંદન નીકળશે નહિ અને ગોબર સ્ટિકનો વપરાશ થવાને કારણે વાતાવરણ પણ શુદ્ધ બનશે. વૈદિક હોળી યજ્ઞની શરૂઆત છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવી છે. શરૂઆતમાં પહેલા વર્ષે ૧૦ ટન ગોબર સ્ટિક બનાવી હતી. બીજા વર્ષે ૮૦ ટન બનાવી અને આ વખતે ૯૦ ટન ગોબર સ્ટિક બનાવી છે. ગોબર સ્ટિક બનાવવા માટે અંદાજિત છેલ્લા એક મહિનાથી તૈયારી ચાલતી હતી. ગોબર સ્ટિક બનાવવા માટે ૭ માણસોએ સતત ૨૮ દિવસ કામ કર્યું છે. આ માટે ગાયોના છાણને અલગ- અલગ સ્થળેથી એકત્રિત કર્યું હતું. જે ગાય દૂધ નથી આપતી. તે ગાયનો નિભાવ ખર્ચ ઉપાડવા માટે કોઈ તૈયાર થતા નથી તેવી ગાયોનો નિભાવ ખર્ચ આ વૈદિક હોળી યજ્ઞ થકી નીકળતા હવે તેને ખોરાક મેળવવા માટે દર- દર ભટકવું નથી પડતું. જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ સુવાગિયાએ જણાવ્યું છે કે, ટ્રસ્ટ દ્વારા ૧૦ હજાર વૈદિક હોળીનો સંકલ્પ લેવામાં આવ્યો છે. ગોબર સ્ટિકનું વિતરણ રાજકોટ, નડિયાદ, અમદાવાદ, જામકંડોરણા સહિત સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાં લોકોને કરવામાં આવ્યું છે.
ઈ-ગેમિંગ ફેડરેશન ઘ્વારા ભારતના ઓનલાઈન ગેમિંગ સેક્ટરમાં વૃદ્ધિ અને ગેરસમજને લગતા મુદ્દાઓને લઈ ચર્ચા કરાઈ
- ભારત, 40% વૈશ્વિક ગેમર્સનું ઘર છે, વૈશ્વિક ગેમિંગ આવકમાં માત્ર 1% ફાળો આપે છે, જે નોંધપાત્ર આર્થિક સંભાવના દર્શાવે છે - મેક ઇન ઇન્ડિયા પહેલ સાથે 'કુદરતી...
Read more