એર કેનેડાની ફલાઈટના ૨૮૩ મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર ફસાયા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દિલ્હીમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે અમદાવાદ ડાઈવર્ટ કરાયેલી એર કેનેડાની ફલાઇટના ૨૮૩ પેસેન્જરો ટેક્નિકલ કારણોસર ૪૮ કલાકથી અમદાવાદ એરપોર્ટ પર ફસાતાં હજુ દિલ્હી પહોંચી શક્યા નથી. રાત્રે પેસેન્જરોને એરલાઇન્સે એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા.

જાે કે એર કેનેડાની ફ્લાઈટને ટેકનિકલ કારણોસર ટેકઓફની મંજૂરી મળી ન હતી. દોઢ કલાક સુધી રાહ જાેવડાવ્યા બાદ પેસેન્જરોને પાછા હોટેલ મોકલી દીધા હતા. આ પેસેન્જરોને દિલ્હી મોકલવામાં આવે તેવી શક્યતા છે. તમને એરપોર્ટમાં પ્રવેશવાની પરમિશન મળી નથી.

જેથી પેસેન્જરો એક થી દોઢ કલાક એરપોર્ટ બહાર રઝળપાટ કરવી પડ્યો હતો. ત્યારબાદ ફ્લાઈટ કેન્સલ થયાનું કહ્યું હતું.

Share This Article