ગુજરાતની નિકિતા મહેશ્વરીએ માત્ર 26 વર્ષની ઉંમરે સિરામિક ઉદ્યોગ માટે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ લોજિસ્ટિક કંપની સ્થાપી અને આ કંપનીએ માત્ર 3 વર્ષના ટુંકા સમયગાળામાં ભારત સરકારના Ministry of Skills Development and Entrepreneurship તરફથી રાષ્ટ્રીય ઉદ્યોગસાહિસક 2019નો પુરસ્કાર પ્રાપ્ત કરીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
વર્ષ 2016 માં નિકિતા મહેશ્વરીએ વિવિધ ટેક સ્ટાર્ટઅપ્સથી પ્રેરણા મેળવી હતી અને તેણે એ વાતની નોંધ લીધી હતી કે, કોઈ પણ ક્ષેત્રે જડમૂળ થી પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવતા કોર-મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગથી સંબંધિત યુવા ઉદ્યોગસાહસિકોની સંખ્યા બહુ ઓછી છે. જૂન 2016માં, તેમણે તેમના ભાગીદારો સાથે મળીને Tatkalorry Pvt. Ltd.ની શરૂઆત કરી. જેણે તાજેતરમાં જ ગત 9 નવેમ્બર 2019ના રોજ ભારત સરકારના Ministry of Skills Development and Entrepreneurship તરફથી રાષ્ટ્રીય ઉદ્યોગસાહિસક 2019 પ્રાપ્ત કર્યો છે.
નિકિતા મહેશ્વરીનુ માંનવુ છે કે, આમ તો સિરામિક ઉદ્યોગની 90 ટકા ક્ષમતા ગુજરાત ખાતે સ્થપાયેલી છે તેમ છતાં આ ઉદ્યોગમાં સંગઠિત લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટનો અભાવ છે. અહીંયા મોટાભાગના સર્વિસ પ્રોવાઇડર્સ અસંગઠિત છે. જો કે, તેઓ માળખાગત વિકાસ, સંગઠીત વર્ક ફોર્સ અને સમયસર સર્વિસમાં યોગ્ય ઉકેલો પ્રદાન કરાવવાની સ્થિતિમાં નહોતા.
Tatkalorry Pvt. Ltd. સર્વશ્રેષ્ઠ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ કંપની તરીકે ખાસ કરીને આ બાબતો પર ધ્યાન આપવાનું શરૂ કર્યુ. લોજિસ્ટક્સ અને સપ્લાયચેઇન ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરીને Tatkalorry કંપનીએ વિવિધ સમ્માન અને એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ સમ્માન 9 નવેમ્બર 2019ના રોજભારત સરકારના Ministry of Skills Development and Entrepreneurship તરફથી National Entrepreneurship Award 2019 પ્રાપ્ત કર્યો છે. તો આ અગાઉ જૂન 2019માં આ કંપનીએ ગુજરાત સરકાર દ્વારા SSIP સ્ટાર્ટઅપ પ્રશંસા એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો અને ડિસેમ્બર 2018માં તેમણે NUJS અને નીતિ આયોગના સંયુક્ત ઉપક્રમ તરફથી પશ્ચિમ ઝોનમાં Start Smart Jury Award હાંસલ કર્યો હતો.
નિકિતા પહેલે થીજ શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રમાં યોગદાન આપવાનો દ્રષ્ટીકોણ ધરાવે છે. Tatkalorryનું માનવું છે કે લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેન મેનેજમેંટ એ કોઈપણ મેન્યુફેક્ચરિંગ અને ઉત્પાદન આધારિત ઉદ્યોગની કરોડરજ્જુ છે.ખાસ કરીને જીએસટીના અમલીકરણ પછી જ્યારે ઇ-વે-બિલ અને હાઇવે નેટવર્કમાં મોટા સુધારાઓ બાદ, Tatkalorry જેવી કંપનીઓ જીડીપીના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં નિર્ણાયક બની રહેશે. તેમાં કામદારો, ટ્રક ઓપરેટરો અને અન્ય હિતધારકોના કલ્યાણ તરફ ધ્યાન આપી બદલામાં મેન્યુફેક્ચરીંગ યુનિટ્સની કરોડરજ્જુ બની દેશની જીડીપીમાં યોગદાન આપવાનો ઉદ્દેશ છે.
Tatkalorry તેની સર્વિસના સંદર્ભમાં સતત નવીનતા લાવી રહી છે જેમ કે તેમના ટ્રક ઓપરેટરો અને કામદારો ને રહેવા અને જમવા સહિતની માનવીય સુવિધા સજ્જ હશે. કંપની માટે નબળા કામદારાનું હિત જ સર્વોપરી છે.વળી પોતાના અનોખા ફ્રેન્ચાઇઝિ મોડલ સાથે, Tatkalorry ઉદ્યોગ સાહસિક માટે ઉત્સાહિત લોકો માટે અંદાજે 5 થી 7 લાખ રૂપિયાના મૂડીરોકાણ સાથે તેઓની કંપની ના એજંટ તરિકે પોતાનો વ્યવસાય શરૂ કરવા પ્રોત્સાહિત કરે છે, જેનાથી તેઓ પોતાના ધંધામાં અનેક ગણી વૃદ્ધિ કરવાની સાથે-સાથે અન્ય લોકો માટે પણ રોજગાર ઉત્પન્ન કરી શકશે. Tatkalorry કંપની સિરામિક ઉદ્યોગ ની ડીલીવરી સર્વિસ માં ક્રાંતિ લાવી છે.જેની પાર્ટ-લોડિંગ સર્વિસ સાથે Somany Tiles, Qutone, AGL, Kajaria, RAK, CERA, Nexion, Lioli, Simpolo, Motto અને અન્ય 600 જેવા દિગ્ગજ કમ્પનીઓ તેમના કન્ઝ્યુમર સપ્લાય ચેન મેનેજમેન્ટ માટે Tatkalorry પર વિશ્વાસ મૂક્યો છે.
Tatkalorry દેશભરમાં અસાધારણ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને લોજિસ્ટિક્સ સેવાઓ પ્રદાન કરીને અને લાંબા ગાળાના માર્ગ પર તેમના સંબંધિત ટ્રક ઓપરેટરોનું જીવન સરળ બનાવીને ઉદ્યોગોની માંગ અને પુરવઠા બંને પક્ષોને સર્વિસ પુરી પાડવા પ્રયત્નશિલ છે. તેઓ સરકારના દ્રષ્ટિકોણ અને ધ્યેયની પ્રાપ્તિમાં યોગદાન આપવા માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સર્જન કરી ગેમ ચેન્જર બનવાનું લક્ષ્યાંક ધરાવે છે.