By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Friday, Oct 23, 2026
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • મનોરંજન
  • રાજનીતિ
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
KhabarpatriKhabarpatri
Font ResizerAa
Search
Follow US
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.

દિલ્હીની ફેમસ લવ કુશ રામલીલામાં પૂનમ પાંડેની એન્ટ્રી થતા વિવાદ, જાણો કોનું પાત્ર ભજવશે? અયોધ્યાના સંતોએ નોંધાવ્યો વિરોધ

Rudra
Last updated: September 19, 2025 11:47 am
Rudra
બૉલીવુડ મનોરંજન
Share
3 Min Read
થોડા દિવસમાં નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. તેની સાથે જ રામલીલાની પણ શરૂઆત થઈ જશે. દિલ્હીની લવકુશ રામલીલાની દર વર્ષે જોરશોરથી ચર્ચા થાય છે. આ વખતે રામલીલા શરૂ થતાં પહેલાં જ વિવાદ થઈ ગયો છે. આ વિવાદનું મૂળ મોડેલ અને વિવાદિત એક્ટ્રેસ પૂનમ પાંડે છે. હકીકતમાં જોઈએ તો, હાલમાં જ જાહેરાત થઈ હતી કે પૂનમ પાંડે દિલ્હીની રામલીલામાં મંદોદરીનો રોલ નિભાવશે. હવે આ જાહેરાતના એક દિવસ બાદ વિવાદ થઈ ગયો છે. હકીકતમાં તેને લઈને અયોધ્યાના સંતોએ નારાજગી વ્યક્ત કરી છે.
પૂનમ પાંડે ઘણી વાર અશ્લીલ વીડિયો અને ઉટપટાંગ હરકતોને કારણે ચર્ચામાં રહે છે. છેલ્લે તેના મોતના સમાચાર ઉડાવીને વિવાદોમાં આવી. બાદમાં તેણે જણાવ્યું કે તે સર્વાઇકલ કેન્સરની વેક્સિન માટે જાગૃતિ ફેલાવી રહી હતી.
હવે પૂનમ પાંડે મંદોદરી બનવાને લઈને મુદ્દો ગરમાઈ રહ્યો છે. સંત દિવાકરાચાર્યજી મહારાજે તેના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મહારાણી મંદોદરી રાવણની પત્ની હતી અને તેમના સતી વ્રત અને પતિ વ્રતમાં ક્યારેય કોઈ આંચ નથી આવી.
જ્યારે રાવણે જગત જનની મા સીતાનું હરણ કર્યું હતું ત્યારે રાવણનો મંદોદરીએ વિરોધ કર્યો હતો. મંદોદરીનું જે પણ પાત્ર નિભાવે તે પવિત્ર તન-મનવાળા હોવા જોઈએ. મંદોદરીનો રોલ નિભાવનારી પૂનમ પાંડેનું નામ લીધા વિના દિવાકરાચાર્યે કહ્યું કે, પૈસા કમાવવા માટે શરીર વેચવાનું તે કામ કરે છે.
સંત દિવાકરાચાર્યજી મહારાજે આગળ કહ્યું કે, હું એનું નામ પણ નથી લેવા માગતો, આવા લોકો દ્વારા કરવામાં આવેલી રામલીલાને જોવાનું હિન્દુ સમાજ સ્વીકાર નહીં કરે. આવા મંચનો સૌ લોકોએ વિરોધ કરવો જોઈએ. આ કોઈ રામલીલા નહીં પણ કાવતરું છે. હિન્દુ ધર્મ અને આપણા સનાતન વિરુદ્ધનું કાવતરું છે.
બીજી બાજુ પૂનમ પાંડેના રામલીલામાં પરફોર્મ કરવાના વિરોધમાં હનુમાનગઢીના સંત ડો. દેવેશચાર્ય પણ આગળ આવ્યા. તેમણે કહ્યું કે અશ્લીલ મહિલા દ્વારા લવ કુશની રામલીલામાં મંદોદરીનો અભિનય કરવો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. રામલીલા અમારા સમાજમાં ખૂબ જ મહત્ત્વની છે. ચિત્રથી ચરિત્રનું નિર્માણ થાય છે. રામલીલાનું સનાતન ધર્મ અને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે. સામાજિક સમરસતામાં રામલીલાનું મોટું યોગદાન છે.

 

 

TAGGED:Delhi Luv kush RamlilaMandodariPoonam Pandey
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link

Poppular News

ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કેસમાં રાધા-બબિતા બાદ વધુ એક મહિલાની ધરપકડ, ‘વુમન બ્રિગેડ’ની ભૂમિકા અંગે થશે તપાસ
News મનોરંજન
આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ તેના રક્ષિત પોર્ટફોલિયો સાથે ગેરન્ટીડ સેવિંગ્સને વધુ મજબૂત બનાવે છે
ફાઇનાન્સ બિઝનેસ શેર માર્કેટ
ક્રિતી સેનન દ્રારા વાઇબ્રન્ટ સિરામીક્સ એકસ્પો ૨૦૧૭ ખાતે ટાઇલ્સ ના ૬ નવા સંગ્રહ ની રજૂઆત કરવામાં આવી
બૉલીવુડ મનોરંજન લાઈફ સ્ટાઇલ
ડૉક્ટરોની જાગૃતિ માટે હાકલ
બ્યુટી એન્ડ ફિટનેસ લાઈફ સ્ટાઇલ
જાણો ગુજરાતના વર્તમાન હવામાનને લઇને શુ કહ્યું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનિષ તિવારીએ…
રાજનીતિ
કોંગ્રેસે કર્યા પૂર્વ નાણાંમંત્રીથી લઇને કાર્યકર સુધીનાને કર્યા ૬ વર્ષ માટે સસ્પેન્ડ
News ગુજરાત રાજનીતિ
જાતિ જાતિ વચ્ચે સંઘર્ષ વધારવા કોંગ્રેસે “કોંગ્રેસ વોટ બોર્ડ” ખોલ્યું છે. – સંબિત પાત્રા
ગુજરાત રાજનીતિ
પુરૂષો માટે વરદાન સાબિત થાય છે રોસ્ટેડ (શેકેલું) લસણ, જેના સેવનથી થાય છે આ ફાયદા..
ફૂડ એન્ડ ટિપ્સ

You Might Also Like

Bollywoodમનોરંજન

‘ચક દે! ઇન્ડિયા’ ફેમ વિદ્યા માલવડે સ્ટોરી ટીવીની ‘સ્કેમ ૨૦૨૪ – ધ ડિજિટલ અરેસ્ટ સ્ટોરી’સાથે માઇક્રોડ્રામામાં ડેબ્યૂ કર્યું; સાયબર ઠગો સામેની જંગની સસ્પેન્સથી ભરપૂર, ઝડપી ગતિની થ્રિલર

News KhabarPatri
News KhabarPatri
Newsમનોરંજન

કોણ છે એ આરોપી જેણે ટાઇગર શ્રોફ પર ગોળીઓ વરસાવી? જાણો કોણ છે રેહાન અને ફૂલ સિંહની કરમકંડળી

Rudra
Rudra
Newsમનોરંજન

ટાઇગર શ્રોફ પર ફાયરિંગની ઘટના: પિતા જેકી શ્રોફે આપી પહેલી પ્રતિક્રિયા, કહ્યું- દીકરો સુરક્ષિત છે

Rudra
Rudra
AhmedabadNewsગુજરાતઢોલીવુડમનોરંજન

તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટી વચ્ચે સર્જનાત્મક સહયોગનો પ્રારંભ, નવી ગુજરાતી ફિલ્મનું મુહૂર્ત યોજાયું

Kamlesh
Kamlesh
મનોરંજન

નાના પાટેકરના નિધન બાદ તનુશ્રીનો વધુ એક બફાટ, કહ્યું – ‘તેણે મારા પર કાળો જાદુ કરાવ્યો’

Rudra
Rudra
મનોરંજન

લાફો માર્યો, સિગરેટથી ડામ દીધા! કાચી ઉંમરે પ્રેમ કરીને પછતાઈ, એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Rudra
Rudra
BollywoodNewsમનોરંજનલાઈફ સ્ટાઇલ

અલવિદા નાના પાટેકર : આજે 80 કરોડની સંપત્તિ છોડી ચાલ્યા ગયા નાના પાટેકર

Kamlesh
Kamlesh
Newsમનોરંજન

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન, ગોવાના નિવાસસ્થાને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ

Rudra
Rudra

About US

KhabarPatri is a trusted digital news platform dedicated to delivering positive, credible, and impactful journalism. We specialize in business, sports, health, education, startups, innovation, and inspiring success stories from Gujarat, India, and across the globe. Committed to accuracy, integrity, and timely reporting, KhabarPatri highlights stories that inform, inspire, and create a positive impact on society.
 

© 2026 KhabarPatri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.

More Links

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
  • ભારત
  • ગુજરાત
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
  • રમત જગત
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?