ન્યૂઝીલેન્ડમાં ગુરુવારે ભૂકંપના જોરદાર આંચકાનો અનુભવ થયો. ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૦ની હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ આ ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર આવ્યો. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર ના જણાવ્યાં મુજબ ચીનના સમય મુજબ ૮.૫૬ વાગે ન્યૂઝીલેન્ડમાં આ ભૂકંપ આવ્યો. હાલમાં જ તુર્કી અને સીરિયામાં ૬ ફેબ્રુઆરીએ ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ સીરિયા અને તુર્કીની બોર્ડર પર હતો જેના કારણે બંને દેશોમાં ભારે તબાહી મચી. જેમાં ૫૦ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૫,૨૦,૦૦૦ અપાર્ટમેન્ટ્સ સહિત ૧,૬૦,૦૦૦ જેટલી ઈમારતો ભૂકંપમાં ધ્વસ્ત થઈ ગઈ.
પટના સ્ટેશનની ‘અશ્લીલ ગૂંજ’ અમેરિકા સુધી પહોંચી, અભિનેત્રીએ આપી પ્રતિક્રિયા
રેલવે સ્ટેશન પર એડવર્ટાઇઝિંગ કલ્ચરને ઝડપથી પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં, મોટી સ્ક્રીન પર લોકોને વિવિધ પ્રકારના ઉત્પાદનોની...
Read more